Gujarat

ગ્રીષ્મા હત્યા કેસમા બચાવ પક્ષ દ્વારા એક પેન ડ્રાઇવ રજૂ કરવામાં આવી હતી ! પેન ડ્રાઇવ એવુ હતુ કે…

મિત્રો આપણે સૌ જણીએ છીએ કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે આવો જ એક બનાવ ગ્રીષ્મા હત્યા નો હતો જેને આખા રાજ્યને હચમચાવી મુક્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે સુરત માં કામરેજ પાસોદરા માં ૧૨ ફેબ્રુઆરી ના રોજ બનેલી હત્યા ના પડઘા આખા રાજ્યમાં પડ્યા હતા કે જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવકે જાહેરમાં પરિવાર સામે ગ્રીષ્મા નામની યુવતી ની ગળું કાપીને હત્યા કરી હતી જે બાદ પોતે પણ આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને હાલમાં તે પોલીસ હિરાસત માં છે ગ્રીષ્મા હત્યા બાદ સૌ કઈ ગ્રીષ્મા ને ન્યાય મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે અને ફેનિલ ને કડક માં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે જો કે ન્યાય તંત્ર પણ ન્યાય માટે તેજ ગતિએ આ કેશ શોલ્વ કરવામાં આલી ગયું છે. હાલમાં આ કેશ જીલ્લાની સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે કે જ્યાં એક પછી એક જેમ કેશ આગળ વધી રહ્યો છે અને પુરાવાઓ સામે આવી રહ્યા છે તેના કારણે કેશમાં નવોજ વળાંક આવતો જાય છે.

જો કે જણાવી દઈએ કે હાલમાં કોર્ટના જજ વિમલ વ્યાસની તબિયત સારી ના હોવા છતાં પણ તેઓ કાર્યવાહી આગળ ચલાવી ન્યાય અંગે ના કાર્યમાં જોડાયેલા છે જે પૈકી જો વાત આજના દિવસ અંગે કરીએ તો જણાવી દઈએ કે આજે બચાવ પક્ષ દ્વારા કોર્ટમાં એક પેન ડ્રાઈવ રજુ કરવામાં આવી કે જેમાં ફેનિલ અને ગ્રીષ્માએ સાથે પડાવેલા ફોટાઓ હતા.

આ ઉપરાંત જો વાત આત્યાર સુધી ની કાર્યવાહી અંગે વાત કરીએ તો જણાવી દઈએ કે કોર્ટમાં ૧૯૦ પૈકી ૧૦૫ સાક્ષીની ગવાહી લેવામાં આવી છે જયારે ૮૫ સાક્ષીને ડ્રોપ કરાયા છે. જે બાદ સરકાર પક્ષે ક્લોવિંગ આપ્યું છે જે બાદ આજે ફેનીલનું એક ફરધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે જેમાં ટ્રાયલ લઈને અમુક પ્રસન પૂછવામાં આવ્યા છે અને આ સેસન ચાર કલાક સુધી ચાલ્યો જેમાં ૯૦૮ સવાલ ના જવાબ માં ૩૫૫ પેજની સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું.

જો કે આ સમયે મોટા ભાગના જવાબ બચાવ પક્ષના વકીલે જ આપ્યા અને મોટા ભાગના પ્રશ્નો માં દલીલ વખતે જવાબ જણાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું જયારે હજુ સુધી ફેનીલે ગુનો કબુલ્યો નથી, જો કે બચાવ પક્ષ અને સરકાર પક્ષ દ્વારા રજુ કારવામાં આવતા સબુત અને દલીલો પરથી એવું લાગે છે કે આવનાર એક જે બે મુદતમાં ફેસલો જાહેર થાય તેવી આશંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!