વાલીઓ માટે ચેતવણીરૂપ કીસ્સો ! ઓનલાઈન ગેમ મા ટાસ્ક પુરી કરવા વિદ્યાર્થી એ આત્મહત્યા કરી, જાણો પુરી ઘટના
ટેકનોલોજીના યુગમાં અનેક એવા બનાવો બની રહ્યા છે, જે ટેકનોલોજીને એક વરદાનના રૂપને બદલે એક શ્રાપ તરીકે સ્વીકારવા મજબુર કરે છે. આજના સમયમાં સોશિયલ મીડિયા અને વીડિયો ગેમ્સ અને અવનવી વેબસાઈટમાં લોકો એટલા ગુંચવાય જાય છે કે, પોતાની વિવેકબુદ્ધિ ખોઈ બેસે છે. જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવે છે. હાલમાં જ એક યુવાને વિડિયો ગેમમાં આપવામાં આવેલ ટાસકમાં પોતાનો જીવ ગુમાવ્યો.
હાલમાં જ દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, ઈન્દોરના વલ્લભ નગરમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના મોતના ની ખબર સામે આવી છે. વિધાર્થી એ મંગળવારની રાત્રે પોતાના ઘરમાં સ્કૂલ ટાઈ વડે ફાંસીએ લટકી આત્મહત્યા કરી લીધી છે.મોબાઈલની ફ્લેશ ચાલુ હતી અને વીડિયો રેકોર્ડિંગ પણ થઈ રહ્યું હતું. પોલીસે તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે.
આ ઘટના કંઈ રિતે બનાવી એ અમે આપને વિસ્તુત જણાવીએ આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના હાથ-પગ બાંધેલા હતા અને તેના શરીર પર એક પણ કપડું પણ ન હતું. યુવકે પહેલા મોંઢામાં ટામેટું ભરાયેલુ હતું. પોલીસ પ્રમાણે વિદ્યાર્થીએ ઓનલાઈન ગેમના ટાસ્ક પૂરો કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો છે પરતું પરિવારજનો આને હત્યા ગણાવી રહ્યા છે.
વલ્લ્ભ નગરમાં રહેનારા વિવેક કોલ્હેના પિતા ગુજરાતી સ્કૂલ બસ ચલાવે છે. મા લોકોના ઘરોમાં કામ કરે છે. મોટો ભાઈ રોહિત નોકરી કરે છે. મંગળવારે દરેક પોત-પોતાના કામમાં વ્યસ્થ હતા. દરરોજની જેમ વિવેક ઘરમાં એકલો હતો. વિદ્યાર્થીએ પહેલા ટાઈને ફાંસી બનાવીને ગળામાં નાંખી. ત્યાર બાદ પોતાના બંને હાથોમાં દોરડું લઈને લોખંડની પાઈપ સાથે બાંધી દીધું.
વિવેકનો મોટા ભાઈ રોહિત જ્યારે ઘરે પહોંચ્યો તો તેણે દરવાજો ખખડાવ્યો પરંતુ લાંબા સમય સુધી કોઈએ દરવાજો ખોલ્યો નહીં.દરવાજો તોડીને અંદર આવીને જોયું તો વિવેક ફાંસીએ લટકેલો હતો. રોહિતે તાત્કાલિક તેને નીચે ઉતાર્યો. ત્યાર બાદ નજીકની હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો અને ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, વિવેક ઓનલાઈન ગેમ રમતો હતો. આ ઘટબ પહેલા તેને ઘરને સામે રહેતા મહિલા પાસેથી વિવેકે હથોડી માંગી હતી. ત્યાર બાદ તેને કોઈએ જોયો નથી. દરવાજો પણ અંદરથી બંધ હતો તેથી પોલીસ આને આત્મહત્યા ગણાવી રહી છે. જો હત્યા હોત તો સંઘર્ષના કોઈ નિશાન હોત. પોલીસે વીડિયો રેકોર્ડિગના આધારે તપાસ હાથ ધરી છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ છે.