Gujarat

સુરત મા મોબાઈલ ચોરી કરતી મહીલા ને લોકો એ પકડી ને એવુ કરાવ્યુ કે જાણીને તમે નવાઈ પામશો

સુરતમાં દિવસેને દિવસે અનેક ગુન્હાઓ બની રહ્યા છે, હાલમાં જ ત્યારે ફરી એક એવી ઘટના ઘટી છે કે, મોબાઈલ ચોરી કરતી મહીલા ને લોકો એ પકડી ને એવુ કરાવ્યુ કે જાણીને તમે નવાઈ પામશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ધોળા દિવસે લોકોના હાથમાંથી મોબાઇલ ચોરાઇ જવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે હાલમાં જ સુરતના વેલંજા વિસ્તારમાં આવેલા ઉમરા ગામ નજીક એક મોબાઇલ ચોરતી મહિલાને પકડી પાડી અને ત્યારબાદ એની સાથે જે વ્યવહાર કર્યો એ ખૂબ જ ચોંકાવનાર હતો.

રીક્ષામાં એક મહિલા અને અન્ય ત્રણ પુરુષો જ્યારે એક યુવકનો મોબાઈલ ચોરી કરીને ભાગી રહ્યા હતા. ત્યારે આ જ દરમિયાન મોબાઈલ ચોર ગેંગને ઝડપી લેવામાં આવી હતી. જોકે મોબાઇલ ચોરતી એક મહિલા લોકોના હાથે ઝડપાઇ ગઇ હતી પરતું બન્યું એવું કે, મહિલાની સાથે રહેલા ત્રણ લોકો નાસી છૂટ્યા હતા.

સ્થાનિક લોકોએ આ મોબાઈલ ચોર મહિલાને માર મારવાના બદલે મહેનત કરવાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો અને મોબાઈલ ચોરના હાથમાં ઝાડુ પકડાવીને તેની પાસેથી બિલ્ડીંગની સાફ-સફાઈ કરાવવામાં આવી હતી. સૌથી મહત્વની ખાસ વાત એ કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયેલ જેમાં આ ચોર મહિલા એવું કહી રહી છે કે, તે સુરતના લિંબાયત વિસ્તારની રહેવાસી છે અને તેની સાથે મોબાઇલ ચોરી કરવા માટે જે ત્રણ ઈસમો આવ્યા તેના નામ સાજીદ, બિલાલ અને ચાચા છે.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને ચેતવણીરૂપ સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!