Gujarat

ગુજરાતના આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો સુરત સહીત અનેક શહેરો મા જોવા મળ્યો ! જુવો વિડીઓ

આજ રોજ એક એવી ઘટના આકાશમાં ઘટી જેના લીધે સૌ કોઈ ચોકી ગયા છે, ખરેખર આ ઘટના એવી છે કે, સૌ કોઈ વિચારમાં પડી ગયા. આજ રોજ રસાંજે પોણા આઠ વાગ્યાના સુમારે આકાશમાં અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ. પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો તારો ખર્યો હોવાનો ભાસ થતો હતો.

વિજ્ઞાનના નિષ્ણાતોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ના આવી શકે. અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે.આ ઉલ્કાપિંડ જેવો પદાર્થ ખરતો તારો હોવાનો અનુમાન લગાવામાં આવી રહ્યું છે. લોકોમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા અને આ કારણે લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા. આમ પણ આકાશમાં અવારનવાર ઉલ્કા પડવા અને પૃથ્વી પરથી અવકાશમાં મોકલવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહો એટલે કે સ્પેસ ડેબ્રિશ પૃથ્વી પર પડવાની ઘટનાઓ સામે આવતી રહી છે.

આ ઘટના વડોદરા અને ગુજરાત સહિત ના આકાશમાં એક જોરદાર મોટો અગનગોળો રાત્રે પોણા આઠ વાગ્યા આસપાસ જોવા મળ્યો હતો.જાણવા મળ્યું છે કે, અવકાશમાં આપણે કૃત્રિમ ઉપગૃહ ​​​​​​​છોડીએ છીએ તે નકામા થઈ જાય છે અને પૃથ્વી પર પડે છે. તે પ્રથમ દૃષ્ટિએ સ્પેસ ડેબ્રિશ હોઈ શકે છે. જે રીતે આ અગનગોળો બે ભાગમાં વહેંચાઇ ગયો તે જોતા પ્રથમ દ્રષ્ટિએ સ્પેસ ડેબ્રિશ નજરે પડી રહ્યું છે. હાલા કોઈ ઉલ્કા પડી હોય તેવું લાગી રહ્યું નથી.

તેમજ મહત્વની વાત એ છે કે, વડોદરાના અવકાશી નિષ્ણાત દિવ્યદર્શન પૂરોહિતે જણાવ્યું હતું કે, આ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે. આ કાટમાળ અવકાશમાં તરી રહેલા હજારો કૃત્રિમ ઉપગ્રહો કે જેઓ હાલ નકામા થઈ ગયા છે તેમાંના એકનો પણ હોઈ શકે છે. હાલમાં તો આ ઘટના સૌ કોઈ માટે એક ડર અને ચોંકાવનારી છે, આખરે આ શુ હતું એ સમય આવતા ખબર પણ પડી શકે છે પણ હાલમાં તો આ વીડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!