જામનગર : ટેન્કર ચાલકે બાઈક ને અડફેટે લેતા પતિ પત્ની અને પુત્ર નું એક સાથે કમકમાટીભર્યા મોત નિપજ્યા..
હાલમાં પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે, દિવસે ને દિવસે ગંભીર અસ્ક્તમાત થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ જામનગરથી કાલાવડ તરફ જતા રસ્તા પર મતવા ગામ નજીક બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો.આ ઘટનામાં પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના વિશે વધુ માહિતી મેળવી કે આખરે કંઈ રીતે આ ઘટના બની હતી.
દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, મતવા ગામના પાટિયા પાસે એક ટેન્કર અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત થયો હતો.કાલાવડ પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. ઘટના સ્થળે ત્રણ એક જ પરિવારનાં મોત થતા દુઃખદ દ્રશ્યો સર્જાયા હતા. મૃત્યુના બનાવથી હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જામનગરથી બાઇકમાં બેસી કાલાવડ ખાતે બેસણા માં જઈ રહ્યા હતા ત્યારે તેઓને રસ્તામાં કાળ ભેટયો હતો.
આ ઘટનાની વિગતમળી છે કે, ટેન્કર ચાલકે બાઈકમાં જઈ રહેલા પરિવારના ત્રણ સભ્યોને અડફેટે લીધા હતા. જેથી અકસ્માત થયો હતો. જેમાં પરિવારના ત્રણેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકો જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારના સુરેશભાઈ, તેમના પત્ની સરોજબેન અને તેમનો પુત્ર સાવન હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ સ્થળ પર પહોંચી મૃતદેહોને કાલાવડની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે.ખરેખર આ ઘટના લીધે પરિવાર જનો પર શોકનાંવાદળો છવાઈ ગયા છે.
શંકરટેકરી વિસ્તારમાં પોતાના નિવાસ સ્થાનેથી એક સાથે પરિવારના ત્રણેય સભ્યોની અર્થી ઉઠી હતી. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને વિસ્તારના રહેવાસીઓ સ્મશાનયાત્રામાં જોડાયા હતા. એક જ પરિવારના પિતા, પુત્ર અને પત્નીનું મોત થતા સગા સંબધીઓ સહિતનાઓ સ્મશાનયાત્રામાં હિબકે ચડ્યા હતા.
