લોકપ્રિય અને ઈમાનદાર છવી ધરાવતા પ્રેમસુખ ડેલુ જામનગરના નવા SP બન્યા ! જાણો કોણ છે આ IPS ??
પ્રેમસુખ ડેલુ એક લોકો વચ્ચે ઈમાનદાર પોલીસમેન તરીકે ની નામના ધરાવે છે. સાથે એક કડક છાપ પણ ધરાવે છે. તેવા સામાન્ય લોકો ની વચ્ચે જઈને અનેક વખત લોકો ની મુશ્કેલીઓ જાણવાનો પણ પ્રયાસ કરતા જોવા મળે છે. ચાલો ત્યારે આજે આપણે જાણીએ કે, એક સમયે ઊંટગાડી ચલાવનાર પ્રેમસુખ ડેલુ કઈ રીતે આ સફળતા મેળવી.

પ્રેમસુખ ડેલુના અંગત જીવન ની વાત કરવામા આવે તો તેવો એ IPS બનવા માટે જીવન મા ઘણો જ સંઘર્ષ કર્યો હતો. જ્યારે તેઓ આઇપીએસ ઓફિસર બની ગયા ત્યારે પ્રથમવાર પોતાના માતા પિતાને સેલ્યુટ કર્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમના માતા પિતા એકદમ સામન્ય છે.

ગામડાના જીવનમાં જીવેલા પ્રેમસુખ ડેલુના માતા પિતાએ હર્ષની લાગણી અનુભવી હશે, જ્યારે તેમના દીકરા આ સફળતા મેળવી. પ્રેમસુખ ડેલુનું મુળ વતન રાજસ્થાન બિકાનેર જિલ્લામાં નોખા તાલુકાના રાસીસર ગામ ના છે. પ્રેમસુખ ડેલુ નો જન્મ 3 એપ્રિલ 1988ના રોજ થયો હતો.

પ્રેમસુખ ડેલુના પરીવાર મા માતા પિતા અને કુલ ચાર ભાઈ બેન છે. નાના એવા ગામ મા જન્મેલા પ્રેમસુખ ડેલુ નાનપણ જ ભણવામા હોશીયાર અને પરિવાર ની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને અને પિતા રામધન ડેલુ ઊંટગાડી ચલાવતા હતા.

2010માં તેઓને સરવેયર લેખપાલની નોકરી મેળવી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સાથે પ્રેમસુખ ડેલુ એ 6 વર્ષ મા 12 પદ પર સરકારી નોકરી કરી રેકોર્ડ બનાવ્યો હતો.

ઘર ની આર્થિક નબળી પરિસ્થિતિ હોવા છતા હાર નહોતી માની અને નાનપણ થી જ તવોએ નક્કી કર્યુ હતુ કે તેવો સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરવા માંગતા હતા અને તેવો એ પોતાનુ લક્ષ પુરુ કર્યુ હતુ.

2015ની UPSC પરીક્ષામાં હિન્દી વિભાગમાં પ્રથમ અને ઓલ ઓવર 170માં રેન્કે પાસ થયા હતા. ગુજરાત કેડરના આઇપીએસ થયા બાદ તેઓએ રાજસ્થાનના શિક્ષક દંપતીની પુત્રી ભાનુશ્રી સાથે વર્ષ 2021માં લગ્ન કર્યા છે.
