Gujarat

45 થી વધુ દેશોમા વેંચાતો વાડીલાલ આઈસ્ક્રીમની શુરુવાત આ ગુજરાતી એ કરી હતી ! આવી રીતે શરુવાત થય હતી

હાલમાં જ્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે આપણે લોકપ્રિય આઈસ્ક્રીમ વાડીલાની સફળતા વિશે જાણીશું. એક સમયે દેશી પદ્ધતિનો ઉપયોગ કરીને આઇસક્રીમનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું હતું. આજના સમયમાં ગ્રાહકો માટે 200 થી વધુ આઇસક્રીમ ફ્લેવર્સ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, સૌપ્રથમ કસાટા આઈસ્ક્રિમ પણ વાડીલાલે જ લૉન્ચ કર્યો હતો.

ગુજરાતની વાડીલાલ પ્રખ્યાત બ્રાન્ડ છે. ચાર પેઢીથી ચાલી રહેલી આ બ્રાન્ડ, આજે દેશની જાણીતી આઇસક્રીમ બ્રાન્ડ છે.કંપની ની શરૂઆત, 1907 માં અમદાવાદના વાડીલાલ ગાંધીએ કરી હતી. પહેલા પરંપરાગત ‘કોઠી પદ્ધતિ’ નો ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવતા હતા શરૂઆતમાં આઇસક્રીમ બરફ, મીઠું અને દૂધ ભેળવીને હાથથી ચાલવા વાળી મશીનનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી. તે દિવસોમાં વાડીલાલ ગાંધી, થર્મોકોલના ડબ્બામાં આઇસક્રીમ પેક કરી, હોમ ડિલિવરી પણ કરતા હતા.

ભવિષ્યમાં વાડીલાલ ગાંધીએ તેમનો વ્યવસાય તેમના પુત્ર રણછોડલાલ ગાંધીને સોંપી દીધો. રણછોડલાલ ગાંધીએ 1926 માં આઈસ્ક્રીમ બનાવવાની મશીનો સાથે, વાડીલાલનું પહેલું આઈસ્ક્રીમ આઉટલેટ શરૂ કર્યું. થોડા દિવસોમાં જ આ કંપનીના અમદાવાદમાં વધુ ચાર આઉટલેટ્સ શરૂ થઈ ગયા વર્ષ 950 માં, વડીલાલે આઇકોનિક ઇન્ટરનેશનલ ફ્લેવરવાળો કસાટા આઈસ્ક્રીમ બજારમાં રજૂ કર્યો, જે ટૂંક જ સમયમાં અત્યંત લોકપ્રિય બની ગયો.

સમય જતાં જ વાડીલાલ દેશની એક આધુનિક કોર્પોરેટ કંપની બની ગઈ હતી, આઈસ્ક્રીમની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે 1985 માં દેશભરમાં અલગ-અલગ સ્થળોએ વાડીલાલના આઉટલેટ ખુલવા લાગ્યા હતા. વર્ષ 1990 સુધીમાં, ગાંધી પરિવારની ચોથી પેઢી પણ આ વ્યવસાયમાં જોડાઈ ગઈ હતી, વર્ષ1991ના વર્ષમાં, કંપનીએ આઇસક્રીમથી આગળ વધીને પ્રોસેસ્ડ ફૂડ ના ક્ષેત્રમાં પગ મૂક્યો અને વાડીલાલ ક્વિક ટ્રીટ (Vadilal Quick Treat) લોન્ચ કરી.વાડીલાલ ફ્રોઝન શાકભાજીને અમેરિકન બજારમાં લાવનાર પ્રથમ ભારતીય બ્રાન્ડ બની.

વર્ષ 2000 માં, જ્યારે આખો આઇસક્રીમ ઉદ્યોગ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે વડીલાલે પાર્ટી પેક્સ અને એક પર એક આઇસક્રીમ ફ્રી જેવી શ્રેષ્ઠ સ્કીમો લૉન્ચ કરી, જે આજ સુધી ગ્રાહકોમાં લોકપ્રિય છે. દેશમાં પ્રથમ કસાટા આઈસ્ક્રીમ લોન્ચ કરવાથી લઈને દેશની પ્રથમ ઓટોમેટીક કેન્ડી લાઇન અને સૌથી ઝડપી આઈસ્ક્રીમ બનાવતી મશીન લાવવાનો શ્રેય પણ આ કંપની જોડે જ છે. Vadilal એ અનેક વિદેશી અને દેશી આઇસક્રીમ કંપનીઓના પડકારોનો સામનો કરી, પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. – Source – better india

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!