Gujarat

હથિયારો સાથે ઘરમા ધુસી આવેલા ચોર ને ભગાડનાર દિકરીઓ ને સન્માન સાથે આટલા રુપીયા નુ ઈનામ મળ્યુ! જાણો વિગતે

હાલમાં જ એક ખૂબ જ સરહાનીય ઘટના બની છે, જેના લીધે સમાજના એવા લોકોને એક ઉત્તમ સંદેશ મળશે જેઓ દીકરા અને દીકરી વચ્ચે ભેદ સમજે છે અને દીકરી જન્મની અવગણના કરે છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચેતવણી સમાન છે, વાત જાણે એમ છે કે સમાચારો દ્વારા જાણવા મળ્યું છે કે,
હથિયારો સાથે ઘરમા ધુસી આવેલા ચોર ને ભગાડનાર દિકરીઓ ને સન્માન સાથે આટલા રુપીયા નુ ઈનામ મળ્યુ!

ચાલો આ ઘટના વિશે વધુ વિગત જાણીએ તો, પલસાણાની રામ કબીર સોસાયટીમાં રહેતા અને મૂળ ઓડિશાના બાબુરામ કાશીનાથ સ્વાઇન પોતાની પત્ની ભારતીબેન અને 2 દીકરી રિયા અને રિચા સાથે રહે છે, ગઈકાલે મંગળવારે એક ચોંકાવનારી ઘટના બની. રાત્રે 3 સભ્ય જ્યારે સુઈ ગયેલા ત્યારે આ ઘરનો દરવાજાનો નકુચો તોડી હથિયાર સાથે ત્રણ લૂંટારા ઘૂસી ગયા હતા.

સમય અને સંજોગ એવા હતા કે, ચોર જ્યારે ઘરમાં ઘુસ્યા ત્યારે 20 વર્ષીય દીકરી રિયા જાગતી હતી કારણ કે તેને કોલેજની પરીક્ષા હોવાથી તે વાંચી રહી હતી. એ દરમિયાન જ એક લૂંટારો આવી ગળા પર ચપ્પુ મૂકી દેતાં યુવતીને કોલેજમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ કામે લાગી હતી. હિંમતપૂર્વક સામનો કરતાં ત્રણે લૂંટારાએ ભાગવું પડ્યું હતું. ચોર સામે બાથ ભીડતા ઇજાગ્રસ્ત થયેલ અને 24 જેટલા ટાંકા આવ્યા હતા.આ ઘટના બાદ કડોદરા પોલીસ પણ પહોંચી આગળની જરૂરી કાર્યવાહી કરી હતી.

ચોરનો સામનો કરનાર રિચા પાટીદાર સાયન્સ કોલેજમાં બી.એસ.સી. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને આ ઘટનાની રાત્રે ઘરના વચ્ચેના રૂમમાં વાંચતી હતી. મમ્મી-પપ્પા રૂમમાં અને નાનીબેન મારી પાસે સૂઈ ગઇ હતી. મધ્યરાત્રિના 1.30 વાગ્યાની આસપાસ અચાનક વીજ પાવર ગયો હતો અને થોડી જ ક્ષણમાં લાઈટ આવી ગઈ હતી. એક વ્યક્તિ હાથમાં ચપ્પુ જેવું હથિયાર લઈને યુવતીના મારા ગળાના ભાગે ચપ્પુ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. કોલેજમાં શીખવેલું સેલ્ફ ડિફેન્સિંગની ટ્રેનિગને કારણે હ હિંમતપૂર્વક તેમનો સામનો કર્યો હતો.આ દરમિયાન અજાણ્યા વ્યક્તિના હાથમાંનું ચપ્પુ મારા જમણા હાથમાં વાગી ગયું હતું.

હિંમતપૂર્વક તેને પછાડી બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન અન્ય બે અજાણી વ્યક્તિ પણ હાથમાં ચપ્પુ લઈ ઘરમાં ઘૂસી આવી હતી. નાની બહેન રિચાના ગળા પર ચપ્પુ મૂકવાનો પ્રયાસ કરતા યુવતીએ દોડીને બહેનને બચાવી ધક્કો મારી નીચે પાડી નાખ્યો હતો. આ દરમીયાન માતાપિતા જાગી જતા રૂમમાં સામે પડેલો મારા ઘરનો મોબાઈલ ફોન તેમજ રસોડામાંથી એક ડબ્બો લઈ પાછળના બારણેથી બહાર નીકળી ત્રણેય લૂંટારાઓ રેલવેની દીવાલ કૂદી રેલવે પાટા તરફ ભાગી છૂટ્યા હતા.યુવતી લોહીલુહાણ હાલત જોઈ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હાથના ભાગે 24 ટાંકા લીધા હતા. જોકે ત્યાર બાદ પોલીસ પણ આવી ગઈ . ચોરનો બહાદૂરીપૂર્વક સામનો કરનાર દિકરીને પોલીસના ઉચ્ચ અધિકારીએ બિરદાવી રૂપિયા 10 હજારનો રોકડ પુરસ્કારી તેનુ સન્માન કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!