પોણા બે વર્ષના બાળકને ઘરે મૂકીને સુરતમાં ક્રાઈમ બ્રાન્ચમાં પ્રથમ મહિલા તરીકે ફરજ બજાવશે DCP રૂપલ સોલંકી…
સુરત શહેરમાં એક ખૂબ જ ઉમદા કાર્ય થયું છે, હાલમાં દિવસેને દિવસે જ્યારે સુરત શહેરમાં ગુન્હાઓ વધી રહ્યા છે. ત્યારે હાલમાં જ સુરતના ઈતિહાસમાં પહેલીવાર ક્રાઈમ બ્રાંચમાં મહિલા ડીસીપી તરીકે રૂપલ સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે. ખરેખર આ મહિલા ઓફિસર ધન્યવાદ અને વંદનને પાત્ર છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં જ 14 ફેબ્રુઆરીએ તેઓ માતા બન્યા છે.હાલમાં તેમનું સંતાન માત્ર પોણા બે મહિનાનું થયું છે, ત્યારે તેઓ તેમની સંભાળ રાખવાને બદલે સુરતની કમાન હાથમાં સંભાળી છે.
ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય અને પ્રેરણાદાયી છે.
રૂપલ પટેલ કહ્યું હતું કે, સ્ત્રી મા બને ત્યારે વધુ મજબૂત બની જતી હોય છે. શહેરમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. ખાસ તો મહિલાઓ સાથેના અત્યાચારો ઓછા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમજ એ પણ કહ્યું કે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેલ-ફિમેલ જેવો કોઈ જ ભેદભાવ હોતો નથી. જે જવાબદારી મળે તેને સંપૂર્ણ નિષ્ઠાથી સંભાળવાની હોય છે.
પહેલા ફરજ અને પછી માતા તરીકે બાળકનો ઉછેર. હાલમાં જ તેમને બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપનાર રૂપલ સોલંકી કહ્યું હતું કે, સ્ત્રી માતા બને ત્યારે વધુ મજબૂત થઈ જતી હોય છે. હું મારા કામની સાથે પરિવારની પણ જવાબદારી સંભાળીશ.હેરમાં મહિલાઓ માટે શી ટીમ કામ કરે છે. આ ટીમમાં પણ હું રસપૂર્વક કામ કરીશ. સાથે જ બાળકોને લગતા ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.
હવે ત્યારે જોવાનું રહ્યું છે કે, સુરતમાં હવે કેવી પરિસ્થિતિ સર્જાય છે અને ક્રાઈમ રેટ ઓછો થાય છે કે નહિ કારણ કે, હાલમાં જ સૂરત શહેરમાં દિવસે ને દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે.હાલમાં જ ગુજરાતમાં અનેક એસપીઓની બદલી થઈ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે, સુરત શહેરમાં કેવા બદલાવ આવે છે અને ગુન્હાઓને કંઈ રીતે નિયંત્રણમાં લાવે છે.