આગની વચ્ચેથી ઘેરાયેલ માતા-દીકરી મોતના દ્વારેથી પાછા આવ્યા બાદ, જણાવી જીવનની અંતિમ ઘડીની આપવીતી
આગની વચ્ચેથી ઘેરાયેલ માતા-દીકરી મોતના દ્વારેથી પાછા આવ્યા બાદ, જણાવી જીવનની અંતિમ ઘડીની આપવીતી.હાલમાં એક સોશિયલ મીડિયામાં તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં આગમાંથી કોન્સ્ટેબલ એક દીકરીને બચાવીને આવી રહ્યો છે, આ દીકરીની માતા એ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચિતમાં આ ઘટના વિષે જણાવ્યું જેના વિષે અમે માહિતગાર કરીશું. આગમાંથી સુરક્ષિત રીતે બચી જનાર છોકરી પીહૂ અને તેની માતા વિનીતા અગ્રવાલ પોતાની આપવીતી જણાવી હતી.
અ ઢી વર્ષની દીકરીની સાથે આગથી ઘેરાઈ ત્યારે મહિલાને એક જ ચિંતા હતી કે મને ભલે કંઈપણ થાય, મારી દીકરીને કંઈ જ થવું જોઈએ નહિ. આ ચિંતા પતિ માટે પણ હતી, આ કારણે વારંવાર પૂછવા છતાં વિનીતા તેના પતિને લોકેશન મોકલતી નહોતી. બસ, તે એક જ પ્રાર્થના કરે છે- જિંદગીમાં ક્યારેય બીજી વખત ભગવાન આવી સ્થિતિ ન બતાવે.સૂત્ર દવારા જાણવા મળ્યું હતું કે, એક પ્રસંગ માટે સિંજારા દીકરી અને , દેરાણી વૈશાલી અને દેરાણીની ભાભી બબીતાની સાથે શોપિંગ કરવા ગઈ હતી.
આ દરમિયાન સાંજે 5.30 વાગ્યે ફૂટાકોટ ક્રોસ રોડ પર ચૂડા ખરીદવા ગયા ગયેલી અને ત્યારે રેલી આવી રહી છે…આમ કહીને દુકાનમાંથી બહાર કાઢ્યા અને શટર પાડી દીધું. થોડીવારમાં જ એક-એક કરીને તમામ દુકાનો બંધ થઈ ગઈ અને સ્થિતિ ખરાબ થવાની છે. અમે નજીકના જ એક ઘર તરફ જઈ રહેલા લોકોની સાથે તે ઘરની અંદર જતા રહ્યા હતા. થોડીવારમાં દુકાનોનાં શટર પર પથ્થરો ફેંકવાનો અવાજ આવવા લાગ્યો. 15 મિનિટ પછી દરેક બાજુએ આગની જ્વાળા દેખાઈ રહી હતી.
દરેક બાજુથી ધુમાડો નીકળી રહ્યો હતતો ત્યારે રડતાં-રડતાં પોતાના પતિને ફોન લગાવ્યો. તે ચિંતામાં પડી ગયો, મને તેણે કહ્યું, હું હમણાં જ ત્યાં આવી રહ્યો છું. પતિએ લોકેશન માગ્યું જાણીજોઈને લોકેશન ન મોકલ્યું. કારણ કે ઈચ્છતી હતી કે પતિ માટે મુશ્કેલી ન સર્જાય.પતિ સાથેની વાત પછી કોલ ડિસ્કનેક્ટ થતાંની સાથે જ માઈકનો અવાજ આવ્યો- કોઈપણ ઘરમાં હોય તો બહાર આવી જાય. ગભરાશો નહિ, બધી જગ્યાએ પોલીસ તહેનાત છે, ડરવાની જરૂર નથી. જ્યારે ખ્યાલ આવ્યો કે પોલીસ આવી ગઈ છે તો અમારા જીવમાં જીવ આવ્યો.
પોલીસકર્મચારીઓ ફસાયેલા લોકોને ઘરની બહાર કાઢી રહ્યા હતા.જ્યારે બીજા કેટલાક આગને ઓલવી રહ્યા હતા. દરેક બાજુએ આગ લાગી હતી. રસ્તાઓ પર પથ્થરો છૂટાછવાયેલા પડ્યા હતા.કોન્સ્ટેબલ નેત્રેશ કુમારે કપડામાં લપેટીને પુત્રીને ખોળામાં લઈ લીધી હતી અને મને પાછળ આવવા માટે કહ્યું. બંને તરફ આગની જ્વાળાઓ હતી, અમે દોડતાં ત્યાંથી નીકળ્યાં. બસ, એક જ ચિંતા હતી કે મારી ફૂલ જેવી છોકરીને કઈ ન થાય.
કોન્સ્ટેબલે સુરક્ષિત જગ્યાએ પહોંચ્યા પછી છોકરીને ખોળામાંથી ઉતારી હતી પોલીસે અમને સુરક્ષિત જગ્યાએ બેસાડ્યા અને મારા પતિ આવ્યા પછી અમને તેમની સાથે મોકલી દીધા હતા અને મહિલા એ કહ્યું કે, પોલીસમાં આવા શક્તિશાળી અધિકારી છે, આપણે સુરક્ષિત છીએ. અને પોતાના જીવ બદલ ધન્યવાદ માન્યો.