જામનગરના વાયરલ વિડીઓને લઈને યુવકે આપઘાત કરી લીધો ! પરીવારે ગંભિર આક્ષેપો લગાવતા કહ્યુ કે
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમયથી જામનગર માં અનેક એવી ઘટનાઓ સામે આવી હતી જેના કારણે વિસ્તાર ના લોકો હચમચી ગયા હતા પહેલા એક આધેડનો વીડિઓ વાયરલ થઇ રહ્યો હતો જેમાં તે વ્યક્તિ એક બાળકી ને કેળા ની લાલચ આપીને શરીરક અડપલા કરતો હતો આ ઘટના બાદ થોડા જ સમય માં જામનગર ના ચાંદીબજારમાં દુકાનોના બુગદાનો એક વીડિઓ વાયરલ થયો હતો જેમાં એક યુવક અને યુવતી અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા આ ઘટના પાસેના સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી.
જે વિડીઓ જામનગર સહીત આખા રાજ્યમાં ઘણો વાયરલ થયો હતો ત્યારે હવે આ ઘટના ને લઈને ઘણી જ ચોકાવનાર માહિતી સામે આવી છે કે મળતી માહિતી અનુસાર આ વીડિઓ માં જોવા મળતા વ્યક્તિએ હાલમાં પોતાનું જીવન ટુકાવી દીધું છે જેના કારણે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ ઘટના ને કારણે યુવકના પરિવાર માં દુઃખનો માહોલ છે. જો વાત આ આત્મ હત્યા અંગે કરીએ તો તેની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર પરિવાર નો આક્ષેપ છે કે વિસ્તાર ના બે દુકાન દાર દ્વારા જાણી જોઇને વીડિઓ બનાવી અને વાયરલ કરવામાં આવ્યો છે વીડિઓ વાયરલ કરીને તેઓ યુવકને હેરાન કરતા હતા યુવકની નોકરી પણ ચાલી ગઈ હતી અને બે વેપારીઓ તેને બદનામ કરવાની ધમકી પણ આપતા હતા જેના કારણે યુવકને આત્મ હત્યા જેવું ગંભીર પગલું ભરવું પડ્યું છે. જો કે હાલમાં પોલીસ દ્વારા યુવકની બોડી નો પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યો છે પરિવાર ન્યાય ની માંગણી સાથે બંને વેપારી વિરુધ ફરિયાદ કરી છે જેને લઈને પોલીસ આગળ ની કાર્યવાહી હાથ ધરશે.
