Gujarat

આહીર યુવાન ની ખાનદાની જુવો ! લાખો રુપીયા નો “ચેઈન” મળતા મુળ માલિક ને પરત કર્યો અને….

હાલમાં સોશિયલ મીડિયામાં એક ખૂબ જ સરહાનીય અને પ્રેરણાદાયી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો જોઇને તમે પણ આશ્ચય પામી જશો કારણ કે, આહીર યુવાન ની ખાનદાની કેવી હોય એ આ વીડિયો દ્વારા તમેં જોઈ શકશો. ખરેખર વાત જાણે એમ છે કે, લાખો રુપીયા નો “ચેઈન” મળતા મુળ માલિક ને પરત કર્યો અને ત્યાર બાદ જે ઘટના બની એ ખૂબ જ સરહાનીય છે.

વાત જાણે એમ છે કે, સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આહીર યુવાનને તેના કામગીરી બદલ બિરાદવવામાં આવી રહ્યો છે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં જ્યારે લોકો એ દશ રૂપિયાની નોટ મળે કે બે હજાર રૂપિયા મળે તો પણ કોઈને આપવા તૈયાર નથી થતું. આ વાત તદ્દન સ્વાભાવિક છે પરંતુ આ યુવાન ને મળેલ 10,- 12 તોલાની ચેન તેણે મૂળ માલિકને પરત કરી.

આ ઘટના ભાવનગર ની છે, આ યુવાનને રસ્તા માંથી સોનાની છે મળી હતી અને ચેન મળતાની સાથે જ એને લાલચ ન થઈ પરંતુ મનમાં ચિંતા ઉદભવી કે આખરે જેનો ચેન ખોવાયેલ છે એ કેટલો ચિંતામાં હશે! આ કારણે એ વિસ્તારની બાજુમાં આવેલ દુકાનમાં તેમને પોતાના નંબર આપ્યા અને કહ્યું કે, જો કોઈ પોતાની ચેન શોધવા આવે અને તો તેમને મારા નંબર આપજો.

આખરે જે વ્યક્તિનો ચેન હતો એ એ જગ્યા એ શોધવા ગયેલ ત્યારે જ દુકાનવાળા એ યુવાનના નંબર આપ્યા અને પછી યુવાન ને ચેન બાબતે ફોન આવતા તેને ખાતરી કરીને ચેન પરત કર્યો. ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે. આજના સમયમાં આવી માનવતા ક્યાં જોવા મળે? આ જ કારણે આહીર સમાજ દ્વારા આ યુવાનનું સન્માન કરવામાં આવ્યું. આ તમામ ઘટના વિશે તમે વીડિયોમાં જાણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!