Gujarat

સુરતની દુખદ ઘટના ! પરીક્ષાનુ છેલ્લુ પેપર આપવા જતા સમયે દિકરી નુ કરુણ મોત નીપજયુ…

કહેવાય છે ને કે,મુત્યુ જીવનના દ્વારે ક્યારે આવીને ઉભુ રહી જાય છે એ કોઈ નથી જાણતું.હાલમા જ પરીક્ષા દરમિયાન જ હાર્ટ એટેકના લીધે ત્રણ યુવકોના મોત થયા તેમજ અનેક વિધાર્થીઓએ પરીક્ષાનાં લીધે આત્મહત્યા કરી લીધી. આવા અનેક બનાવો બન્યા છે, ત્યારે હાલમાં જ એક અતિ કરુણદાયક ઘટના બની છે. એક તરફ જીવનની પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ પરતું વિધાતાએ એવા લેખ લખ્યા કે, પરિક્ષાનો અતિમ દિવસ તેના જીવની વિદાયનો દિવસ બની ગયો.

આ વાત સાંભળીને જ હૈયે ફાળ પડી ગઈ હશે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, આજ રોજ ભેંસાણ રોડ સર્જાયેલ અકસ્માતમાં દસમા ધોરણની એક વિધાર્થિનીનું નિધન થઈ ગયું. આપણે જાણીએ છે કે, આજ રોજ બોર્ડની પરીક્ષાનું છેલ્લો દિવસ હતો. યુવતી પોતાના માસા સાથે બાઇક ઉપર જઈ રહી હતી. ત્યારે ભેસાણ રોડ પર એક ટ્રક સાથે ટક્કર થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિધાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળેલી માહિતી મુજબ આ ઘટનામાં માસાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માર માટે નવી સિવિલ હોસ્ટિલમાં ખસેડાયા હતા. આ ઘટનાના ને લીધે પરિવાર.આ શોકનો માહોલ છવાઈ ગયો. સવારે પેપર ભરવા નીકળી હ્તી પરતું શુ ખબર હતી કે આ તેની અતિમ ઘડી છે. આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી અને કરુણ દાયક છે.આ યુવતી વિશે જાણીએ તો 16 વર્ષીય પ્રગતિ  દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અને હાલમાં તેની દસમાની બોર્ડની પરીક્ષા ચાલુ હતું. આજે તેનું હિન્દી વિષયનું છેલ્લું પેપર હતું.

સેગવાસમા ગામમાં આવેલ એક શાળામાં તેનું પરીક્ષા કેન્દ્ર આવેલું હતું. સવારે છેલ્લું પેપર આપવા જવા માટે નીકળી હતી.ગાડીનો ટ્રક સાથે ટક્કર થતા બંને નીચે પટકાયા હતા. જેમાં પ્રગતિને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે તેના માસાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત અંગે જાણ થતા રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી હતી.અને વિધાર્થિનીનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત માસાને સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પુત્રીના મોતને લઇને તેઓ આક્રંદ કરવા લાગ્યા હતા. ખરેખર આ ઘટનાને લીધે પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી દીધી. આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે અકસ્તમાત્મા અનેક લોકો પોતાના પરિવારજનો ગુમાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!