જો ક્યાંય ફરવા જાવાનુ વિચારતા હોય તો આ ગુજરાતની આ જગ્યા પર પહોંચી જાવ ! ગરમી મા પણ ઠંડી….
હાલમાં ઉનાળાની સિઝન આવી ગઈ છે, ત્યારે આજે અમે આપને એક એવા સ્થાન વિશે જણાવીશું. જ્યાં તમને પણગરમી મા પણ ઠંડીનો અહેસાસ થશે. ખરેખર આ સ્થાન ખૂબ જ મનમોહક છે. સહ પરિવાર સાથે વલસાડથી 6 કિમી દૂર આવેલો પારનેરાનો ઐતિહાસિક ડુંગર ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે મહત્વ ધરાવે છે. જેની ત્રિજીયામાં 113.71 હેકટર વન વિસ્તાર ફેલાયેલો છે. એટલે કે સર્વત્ર હરિયાળી છવાયેલી રહે છે. ડુંગર પર લગભગ 15મી સદીનો વિશાળ પેશ્વાઇ કિલ્લો જોવાલાયક છે.

કિલ્લાની દક્ષિણે આવેલી નાઠાબારી તરીકે ઓળખાતી જગ્યાએથી સુરત ઉપર ચઢાઇ કરીને પરત ફરી રહેલા શિવાજી પસાર થયા હતા, તેવી લોકવાયકા છે. અહીનું મહાકાળી મંદિર ખુબ જાણીતું અને ચમત્કારિક મનાય છે.પારનેરા ડુંગરની ટોચ પર ચંડીકા માતા, અંબિકા માતા, નવદુર્ગા અને મહાકાળી માતાજીના મંદિર આવેલાં છે. અહીં વર્ષમાં બે વખત ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. આ ઉપરાંત દર માસની પૂનમે દર્શનાર્થીઓ માટે ભંડારો રાખવામાં આવે છે..

આ સ્થાન ખૂબ જ મનમોહક છે.અહિયાં દર વર્ષે આસો નવરાત્રી દરમિયાન આઠમના દિવસે મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિપૂર્વક ભાગ લેતા હોય છે. આ ઉપરાંત આ ડુંગર પર ચાંદપીર બાબાની દરગાહ પણ આવેલી છે. આ કિલ્લો અલગ અલગ સમયમાં પેશવાઓ, મરાઠા, ગાયકવાડ, ફિરંગીઓ અને અંગ્રેજોનાં કબજામાં રહયો હતો.

પારનેરા ડુંગર ચોમાસામાં આ ડુંગર પર રમણીય વાતાવરણ જોવા મળે છે.ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા રૂા.1.46 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રવાસન, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે અને નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે લોકાર્પણ કરાયેલી સુવિધાઓમાં આર.સી.સી. પગથિયાં અને શેડ, સનસેટ પોઇન્ટ, ગાર્ડન, પાર્કિંગ અને રોડનો સમાવેશ થાય છે.

