ભરૂચ ના મહીલા એસ.પી એ ચાર્જ સંભાળતા ની સાથે જ સપાટો બોલાવી દીધો! છેલ્લા 24 કલાંક મા…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ગુજરાતનાં દરેક શહેરોના આઇપીએસ અધિકારીઓની બદલી થઈ છે. ત્યારે હાલમાં જ ભરૂચના જિલ્લા પોલીસ વડા તરીકે ડૉ.લીના પાટીલે ચાર્જ સંભાળતાની સાથે જ મહત્વનો નિર્ણય લીધો છે.જેના લીધે અનેક બુટલેગરો પર આફત આવી ગઈ. વાત જાણે એમ છે કે, ડૉ.લીના પાટીલે 24 કલાક પહેલા જ ચાર્જ સંભાળ્યો છે.
ત્યાર બાદથી સતત જિલ્લામાં પોલીસના એક બાદ એક દરોડામાં અનેક જુગારીઓ તેમજ બુટલેગરોને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં દરોડા પાડ્યા હતા, જેમાં નેત્રંગના દોલતપુરા ગામ ખાતે જુગાર રમતા 11 જુગારીઓ હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. કુલ ચાર ઇસમોને રોકડ 33 હજાર સહિત કુલ 65 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તો બીજી તરફ બુટલેગરો સામે પણ પોલીસે તવાઈ બોલાવી વિવિધ સ્થળે દરોડાઓ પાડ્યા હતા જેમાં અંકલેશ્વર ના નવા ધંતૂરિયા ગામે ટેકરા ફળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે જયેશ ગોમાન વસાવા રહે.
નવા ધનતૂરિયા નાઓને ઝડપી પાડી તેની પાસેથી કુલ 50900નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.વિદેશી શરાબ મારુતિ 800 કાર સહિત કુલ 109600ના મુદ્દામાલ સાથે બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. નવા એસ.પી ગુનેગારી તત્ત્વો સામે ખૂબ કડકાઈ દાખવે છે તેવી ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન ગુનેગારી આલમમાં બની છે.
