Gujarat

આ ગુજરાતી ક્રિકેટર પર દુખ નો પહાડ ટુટી પડ્યો !આઇ પી એલ રમતા સમયે સમાચાર મળ્યા કે હર્ષલ પટેલની બહેન….

હાલમાં જ એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. આ ઘટના જાણીને તમે પણ ચોંકી જશો કારણ કે, હાલમાં એક ઈન્ડિયન પ્રીમિયર લીગ. ચાલુ છે, ત્યારે સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ખેલાડી માટે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, RCB ટીમના ખેલાડીની બહેનનું દુઃખ નિધન થઈ ગયું છે. આ સમાચાર થી RCB ટીમમાં ખૂબ જ આઘાત લાગ્યો છે,કારણ કે બહેનના મુત્યુમાં સમાચાર મળતાની સાથે જ ખેલાડી ટીમ છોડીને ઘરે પરત ફરેલ છે.

અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, RCB ટીમના ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનું નિધન થયું છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયી બની ગઈ ક્રિકેટર માટે કારણ કે જે દીવસે તેની બહેનનું નિધન થયું તે દિવસે જ તેનો મેચ હતો.ગુજરાત સમાચારનાં અહેવાલ મુજબ જાણવા મળ્યું કે, હર્ષલ ની બહેનની તબિયત થોડા દિવસોથી સારી ન હતી અને આજ કારણે તેનું નિધન થઈ ગયું.

શનિવારનાં દિવસે RCBએ 7 વિકેટે જીત મેળવી હતી.આ મેચ પછી હર્ષલ પટેલને પણ સમાચાર મળ્યા કે તેમના પરિવારના એક સભ્યનું નિધન થયું છે. આ દુઃખ સમાચાર મળતાની સાથે જ તે મેચ અધ્ધ વચ્ચે મૂકીને પોતાની ઘરે પહોંચેલ.મુંબઈ સામેની મેચમાં હર્ષલ પટેલે 4 ઓવરમાં 23 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી. હર્ષલે તેની બહેનના નિધનને કારણે બાયો-બબલ છોડવું પડ્યું. આગામી મેચ 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.

નિયમોનુસાર હર્ષલ પટેલ પરત ફરશે ત્યારે તેને ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ દરમિયાન તેના કેટલાક કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી જ તેને બાયો-બબલમાં ફરીથી એન્ટ્રી મળશે. ખરેખર હાલમાં તો હર્ષલ પટેલ માટે આ ખુબ જ દુઃખદાયી વાત છે અને આ પહેલા પણ એક ક્રિકેટની દીકરી નું નિધન થઈ ગયેલું અને એના બાદ તેના પિતાનાં નિધનનાં સમાચાર મળ્યા છતાં પણ તેને મેચમાં પોતાની ફરજ બજાવી હતી.આ ઘટના પરથી એટલું તો જરૂર કહી શકાય કે, ખેલાડીઓ પોતાની ટીમ પ્રત્યે કેટલા વફાદાર હોય છે જેના માટે તેમના પરિવાર ની જવાબદારી ને સાથે ટીમ પ્રત્યે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!