India

100 કીલો મીટરની ઝડપે દોડતા ટેમ્પાનો પીછો કરી ગૌરક્ષકોએ ગાયોને બચાવી ! તસ્કરોએ બચવા ફાઈરીંગ કર્યુ અને ગાયોને નીચે ફેકી, જુવો વિડીઓ

હાલ જ સોસીયલ મિડીઆ પર એક વિડીઓ ખુબ વાયરલ થય રહ્યો છે જેમા ગૌરક્ષકો એ જીવ ના જોખમે ગાયો ને બચાવી હતી. આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે વિડીઓ દિલ્હી નજીક ગુરુગ્રામમાંથી ગૌરક્ષકો અને પોલીસે ગૌ તસ્કરી કરતા 5 લોકો ને ફિલ્મી સ્ટાઈલ મા પકડી લીધા હતા. 22 કિલો મીટર સુધી ગૌ તસ્કરો નો પિછો કર્યો હતો આ દરમ્યાન ગૌ તસ્કરો એ બચવા માટે મરણિયો પ્રયાસ કર્યો હતો પણ ગૌ રક્ષકો થી બચી શક્યા નહોતા.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો ચોક્કસ બાતમી ને આધારે માહિતી મળી હતી કે પશુઓ ની તસ્કરી થય છે આ બાબત ને લઈ ને પોલીસ અને ગૌરક્ષકો ચેકીંગ મા હતા ત્યારે ચેકીંગ દરમ્યાન ગૌ તસ્કરો એ ગાડી ભગાડી હતી અને 100 કીલો મીટર ની ઝડપે ગાડી ભગાડી હતી આ દરમ્યાન પોલીસે અને ગૌ રક્ષકોએ તેમનો પીછો કર્યો હતો જેમા તસ્કરો એ બચવા માટે ગાયોને ટેમ્પા પર થઈ નીચે ફેકી હતી જેથી અક્સમાત સર્જાઈ અને તેવો બચી જાય.

આ ઉપરાંત તસ્કરો એ 22 કીલો મીટર સુધી બચવા માટે પ્રયાસ કર્યો હતો જેમા ફાઈરીંગ ની ઘટના પણ બની હતી આ ઉપરાંત ટેમ્પા નુ ટાયર ફાટી ગયુ હતુ તેમ છતા ગાડી હંકારી હતી જ્યારે બધી બાજુ થી ઘેરાઈ ગયા ત્યારે એક તસ્કરે ફ્લાઈઓવર ઉપરથી કુદકો લગાવ્યો હતો અને ભાગી છુટયા હતો જ્યારે પાંચ ની ધરપકડ કરવામા આવી હતી.

આ ઘટના અંગે ક્રાઈમ બ્રાંચના DCP રાજીવ દેશવાલે જણાવ્યું હતું કે 6 તસ્કરો ચોરીછૂપીથી ગાયોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગૌરક્ષકોને આ ઘટનાની જાણ થઈ ગઈ હતી, જેમણે બાદમાં પોલીસને જાણ કરી હતી અને તેમનો પીછો કરવામાં આવ્યો હતો. જ્યારે ગૌ તસ્કરો ચોતરફથી ઘેરાઈ ગયા ત્યારે એક તસ્કરે ફ્લાઈઓવર ઉપરથી કુદકો લગાવ્યો હતો, જોકે પાંચ તસ્કરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ કરાયેલ પાંચેય વ્યક્તિની ખાલિદ, તસલીમ, બલ્લુ, શાહીદ અને યાહયા તરીકે ઓળખ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!