Gujarat

ગામડા ના યુવાને અનોખી ઈલેક્ટ્રીક કાર બનાવી ! કાર ની ખાસિયતો જાણશો તો વખાણ કરતા થાકી જશો

ગુજરાત મા ટેલેન્ટની કમી નથી માત્ર કમી છે તો સંશાધનો ની હાલના યુગ મા પેટ્રોલ, ડિઝલ ના ભાવ મા વધરો થતાની સાથે જ ઈલેક્ટ્રીક વાહનો ની માંગ મા વધારો થયો છે અને જરૂરિયાત જ આવિષ્કાર ની જનની છે. ત્યારે ગુજરતના ગામડા ના યુવાને નકામી વસ્તુઓ માથી એક અનોખી કાર બનાવી છે આ કાર ની ખાસિયત જાણશો તો આ યુવાન ના વખાણ કરશો.

આપણે જે યુવાન ની વાત કરવા જઈ રહ્યા છીએ એ યુવાન મૂળ બનાસકાંઠાના દાંતા તાલુકાના હરિગઢ ગામના અને હાલ ભુજના રાપર નો રહેવાસી છે. જેવો એ છેલ્લા ત્રણ મહિના સખત મહેનત કરી એક અનોખી કાર બનાવી છે. એમ.બી.બી.એસ નો અભ્યાસ કરતા આ યુવાન ને કાઈક નવુ કરવાનો રસ હોવાથી તેણે આ અનોખી ઈલેક્ટ્રીક કાર નુ નિર્માણ કરવાનુ વિચાર્યુ અને ત્રણ મહિના મા એ કરી બતાવ્યુ. 

જો કારની વાત કરવાણા આવે તો આ કાર બનાવવા મા કુલ 60000 જેટલો ખર્ચ લાગ્યો અને ત્રણ મહીના જેટલો સમય લાગ્યો. આ કાર બનાવવા મા ઘણા નકામા લાગતા ભંગારનો પણ ઉપયોગ કર્યો અને વેસ્ટ માથી બેસ્ટ કર્યુ. જો ગાડી ની વાત કરવામા આવે તો ગાડીમાં સ્પીડ મીટર, બ્લૂ એલઇડી લાઇટ, બે પંખા, એક મ્યુઝિક સિસ્ટમ અને બે સ્પીકર સાથે ગાડીમાં ડાયરેક્ટ સેલ સ્ટાર્ટ ટાઈપ ઓન ઓફની સ્વિચ છે, જે ચાવી લગાવીને ઓન ઓફ કરી શકાય છે તેવી સીસ્ટમ બનાવી છે.

અહી મહત્વ ની વાત એ છે કે આ ગાડી મા કોઈ ગેર નથી પરંતુ ત્રણ મોડ આપવા મા આવ્યા છે જેમા પ્રથમ મોડ લો જેમા ગાડી ગાડી 20 થી 25 નો સ્પીડ મા ચાલે છે જ્યારે મીડયમ મા 30 થી 35 અને ગાડી ને હાઈ સ્પીડ મોડ મા 45 થી વધુ કિલો મીટર પ્રતિ કલાક ની ઝડપે ગાડી દોડશે.ગાડી એકવાર ચાર્જ કર્યા બાદ 40થી 50 કિલોમીટર ચાલે છે. આ યુવાન રાપર ખાતે રહેતા ડોક્ટર રમેશભાઈ ઓઝાના પુત્ર શ્રેય ઓઝા છે જેણે પોતાના ફ્રી ટાઈમ મા આ કાર નુ નિર્માણ કર્યુ છે.

આ ગાડી બનાવતા વખતે તેને ઘણી અડચણો નો સામનો કર્યો પરંતુ મનમા ધારી લીધુ હતુ એટલે કરી બતાવ્યુ. આ કાર અંકે શ્રેય ઓઝા એ જણાવ્યુ હતુ કે ગાડી બનાવવાનું વિચાર્યું એટલે ધીમે ધીમે વસ્તુઓ ભેગી કરવાનું ચાલુ કર્યું.

જે કાર બનાવવામાં વસ્તુ જોઈએ એ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે બધી વસ્તુઓ ભેગી કરી. પછી મેનુ મેકેનિઝમ પ્રમાણે એની વસ્તુ કઈ રીતે જોઈન થશે એ બધું વિચાર્યું. ધીમે ધીમે આની અંદર જેમ જેમ વસ્તુ આગળ આગળ થવા માંડી એમ મને ખબર પડતી ગઈ કેવી રીતે બધું ફિટિંગ થશે. અમુક વાર વસ્તુ કર્યા પછી અઠવાડિયા-પંદર દિવસ મહેનત કર્યા પછી પાછી એને ખોલવી પણ પડે, આવું મારે ઘણીવાર થયું. ગાડી મજબૂત બનાવવા માટે એમાં લોખંડની પાઇપનો ઉપયોગ કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!