ગુજરાતમા ફરી શિક્ષણ ને લાંછન લગાડતી ઘટના બની ! શાળાના આચાર્યએ સાતમા ધોરણ મા ભણતી વિદ્યાર્થીની..
શિક્ષક એ ગુરુ છે પરંતુ વિચાર કરો કે, ગુરુ જ પોતાની હદ વટાવી જાય તો શું થાય? હાલમાં જ એક ખૂબ જ શરમજનક ઘટના બની છે. આ ઘટના જાણીને શિક્ષણજગતમાં પણ નીચાજોણું થયું છે. ત્યારે આ વાત ખૂબ જ ચોંકાવનારી છે.હાલમાં જ દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, વેરાવળ તાલુકાના માથાસુરીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થિનિની છેડતી કરતા પકડાયા.
આ ઘટનાને લીધે ગ્રામજનોએ શાળાએ જઇ આચાર્યને પોલીસને સોપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અધિકારીઓ શાળાએ દોડી જઇ કાયેદેસરની કાર્યવાહી હાથ ધરશે એવી ખાતરી આપેલ જેથી ગ્રામજનોનો રોષ શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે પોક્સો હેઠળ ફરિયાદ નોંધીં તપાસ ધરી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને આચાર્યેએ હાથ પકડી સીડી તરફ લઇ જઇ ચોકલેટ આપી કહેલું કે, ‘તું લેશન નહીં કરે તો ચાલશે અને આ વાત કોઇને નહીં કહેવાનું’ કહીં છેડતી કરી હતી.
આ કારણે જેથી હેબતાઇ ગયેલી વિદ્યાર્થિનીએ ઘરે આવી પિતા સહિતના પરિવારજનોને છેડતી શાળાના જ આચાર્યએ કરી હોવાની વાત જણાવી હતી. આ કારણે પરિવારજનોએ ગામના અગ્રણીઓને ઘટનાથી વાકેફ કર્યા હતા.આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્ટાફ સાથે માથાસુરીયા ગામે દોડી ગયા હતા. આ મામલે પોલીસ અધિકારીએ કડક નિયમોનુસાર કાર્યવાહી કરવાની ખાત્રી આપી ગ્રામજનોનો રોષ શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે આચાર્ય ભરત જારસાનિયા સામે પોક્સોની કલમ 10 અને 18 તથા આઇપીસી કલમ 354 અ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શાળાના આચાર્ય બે દિવસથી વિઘાર્થિનીની છેડતી કરી રહ્યો હતો. જેને લઇ આજે વાલી અને ગ્રામજનો શાળાએ પહોંચતા આચાર્યએ ભુલ સ્વીકારી માફી પત્ર લખી આપી સમાઘાન કરવા પ્રયાસ કર્યો હતો. તેમજ અન્ય દસેક વિઘાર્થિનીઓએ પણ આચાર્ય તેની સાથે છેડતી કરી છે તે જણાવેલ શાળામાં વિઘાર્થિનીઓની એકલતાનો લાભ લઇ આચાર્ય આવુ કૃત્યુ કરે છે. પરંતુ આચાર્ય હોવાથી ડરના માર્ય કોઈએ ફરિયાદ કરી શકતા ન હોવાનું જાણી અમો ગ્રામજનો સૌ ચોકી ગયા હતા.
