સુરત ના સફાઈ કામદાર ની ઈમાનદારી જુવચ ! સવા લાખનો ફોન મુળ માલિક ને પરત કર્યો જ્યારે મુળ માલિક…
હાલ ના સમય મા કોઇ પાસે ઈમાનદારી ની અપેક્ષા રાખવી એ મૂર્ખામી ગણાઈ છે. આજ ના સમય મા જો કોઈ ને રસ્તા ઑર દસ રુપીયા પણ પળે તો ખીચા મા નાખી દેતા હોય છે ત્યારે સુરત મા એક સફાઈ કામદાર ની ઇમાનદારી નો કિસ્સો સામે આવ્યો છે જેમા સફાઈ કામદાર ને સલા લાખ રુપીયા નો સેમસંગ ફોલ્ડ મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને તે ફોન તેણે મુળ માલિક ને પરત કર્યો હતો.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો એક અઠવાડિયા પહેલાં રાજકોટથી સુરત આવેલા વ્યક્તિનો ફોન ચોરી થઈ ગયો હતો. રાજકોટ થી સુરત રોકાયેલા મહેશભાઈ ઈટાલિયા નો ફોન ચોરી થયો હતો જયાર બાદ તેવો એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ આ ફોન માથી ચોરે સીમ કાઢી ને ફેકી દિધો હતો ત્યારે સુરત મ્યુનિ.ના અઠવા ઝોન વિસ્તારના વેસુના સફાઈ કામદાર મુકેશ રાઠોડને સફાઈ દરમિયાન ઝાડીમાંથી સવા લાખ રૂપિયાની કિંમતનો ફોન કપડા મા વિટાળેલો મળી આવ્યો હતો.
આ ફોનમા સીમ ના હોવાથી તે ફોન ના મુળ માલિક સુધી પહોંચી શક્યો ન હતો આથી છેલ્લે ડાયલ કરેલા નંબર પર જાણ કરી હતી ત્યારે સમગ્ર હકીકત જાણવા મળી હતી અને ફોન ના મુળ માલિક રાજકોટ થી સુરત આવ્યા હતા જ્યા સફાઈ કામદાર ના હાથે મુળ માલિકે પોતાનો ફોન પરત લીધો હતો અને કામદાર ની ઈમાનદારી ના વખાણ કર્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતાં એસ.એસ.આઈ. પિયુષ પટેલે જણાવ્યું હતું કે, મુકેશ વેસુ ફાયર સ્ટેશન રોડ પાસે આવેલ ફુટપાથ નજીક ઝાડીમાં એક કપડા માંથી સવા લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોનમાં સીમકાર્ડ ન હોવાને કારણે તેઓએ મોબાઈલ ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલા નંબર પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મૂળ માલિકના મિત્ર સાથે વાત થતાં તેઓએ મોબાઈલ ફોન ચોરી થયો હોવાની વાત જણાવી હતી.
