“ચાંદ વાલા મુખડા” ફેમ જીગર ઠાકોરે લાખો રુપીયા ની કાર ખરીદી સપનુ પુરુ કર્યુ ! હવે તેનુ બીજુ સપનુ છે કે તે…
આજના સમય મા જો તમારા મા પ્રતિભા અને ટેલેન્ટ હોય તો તમને સફળ થતા કોઈ નથી રોકી શકતુ. એવા અનેક કિસ્સાઓ છે જેમા કોઈ રાતો રાત ફેસમ થયું હોય ત્યારે એવા જ એક નાના એવા ગુજરાતી લોકગાયક ની વાત કરીશુ જેના એક સોંગે એવી ધુમ મચાવી દીધી કે સોંગ સાથે તે બાળક પણ ફેસમ થય ગયો. તે બાળક નુ નામ છે જીગર ઠાકોર ! જીગર ઠાકર ને આજે કોણ નથી ઓળખતુ પરંતુ એક સમય હતો જ્યારે જીગર સંઘર્ષ કરી રહ્યો હતો.

જીગર ઠોકોર એક ગરીબ વર્ગ માથી આવતો બાળક છે અને તેનુ સપનુ હતું કે તે નવી કાર ખરીદે… ત્યારે હાલ જ એક સોસીયલ મિડીઆ પર “Ram studio dhuva” નામ ના ફેસબુક પેજ પર જીગર ઠાકોર નો એક વિડીઓ જોવા મળી રહ્યો છે જેમા જીગર ઠાકોર એ જણાવ્યુ હતુ કે ડીસા થી નવી કાર લીધી છે અને બધા ચાહકો નો આભાર માન્યો હતો. સાથે વિડીઓ શેર કર્યો હતો. જીગર ઠાકોર ની સપનુ હતુ કે breazza કાર ખરીદે અને પોતાની મહેનત થી આ કાર ખરીદી છે.

આપને જણાવી દઇએ કે દેવ જીગર ઠાકોર દેવ પગલી સાથે ના સોંગ ચાંદ વાલા મુખડા મા ખુબ ફેસમ થયો હતો અને યુ ટયબુર રેકોર્ડ બ્રેક ચાર કરોડ થી વધુ લોકોએ આ સોંગ જોયુ છે. જો જીગર ઠાકોર ની વાત કરીએ તો તેની ઉમર માત્ર 10 વર્ષ ની છે અને તે બનાસકાંઠાના નાનકડા ગામ મડાણાનો વતની છે. ગરીબ પરિવારમાં જન્મેલા જીગરના પિતાનું નામ સોરાબજી ઠાકોર છે. સોરાબજી નુ સપનુ હતુ કે પોતે સિંગર બના પરંતુ અમુક સંજોગવશ તેવો સીગંર ના બની શક્યા અને કડિયાકામ કરવા લાગ્યા હતા.

જીગર ઠાકોર આઠ વર્ષ નો હતો ત્યાર થી જ ગાવા નુ ચાલુ કર્યુ હતુ જ્યારે એક વખત મણીયારો સોંગ ગાયુ છે તે જોઈ તેના પિતાને લાગ્યુ કે દીકરો સિંગર બની શકે એમ છે એટલે જીગર ને ટ્રેનીંગ આપવાનુ ચાલુ કર્યુ જ્યારે એક વખત શિહોરી ડિજીટલ યૂટ્યુબ ચેનલના માલિક ભરતભાઈ ઠાકોરે જીગરને લઈ સ્ટૂડિયોમાં સોંગ તૈયાર કરાવ્યું અને પછી રિલીઝ કર્યું. જીગર ઠાકોરનું પહેલું સોંગ રિલીઝ થયું ત્યાર બાદ પાછું વળીને જોયું નથી.

“ચાંદ વાલા મુખડા” અને “માટલા ઉપર માટલુ” સોંગ એટલુ હીટ રહ્યુ કે જીગર ઠાકોર ફેમસ ચેહરો બની ગયો આજે સોસીયલ મિડીઆ પર જીગર ઠાકોર ને લાખો લોકો ફોલવ કરે છે અને જીગર ઠાકોર હવે તેની ફી પણ વધારી દીધી છે. જીગર ઠોકોર અને તેના પિતા નિ સપના હવે પુરા થય રહ્યા છે. જેમા નુ કાર ખરીદવાનુ સપનુ પુરુ થયુ છે જ્યારે તે હવે પોતાના ગામ મા પાક્કું મકાન બનાવી રહ્યો છે.
