સાવધાન! અજાણ યુવતી સાથે કર્યા યુવકે લગ્ન પરંતુ લગ્ન બાદ યુવતીએ જે કર્યું જાણીને ચોકી જાસો યુવતી નહિ પરંતુ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં ફરી એક વખત લગ્નનો સમયગાળો શરુ થવા જઈ રહ્યો છે કે જેમાં અનેક વ્યક્તિ પોતાના જીવન સાથી સાથે જોડાઈને નવા જીવનની શરૂઆત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે લગ્નએ હાલમાં સમાજ જીવનનો એક ભાગ બની ગયો છે. જોકે લગ્નએ દરેક વ્યક્તિ માટે ઘણા મહત્વના છે. લગ્ન બાદ દરેક પતિ પત્ની ને એક બીજા સાથે આખું જીવન વિતાવવાનું હોઈ છે.
માટે જ લગ્નને લઈને ઘણી સાવચેતી રાખવી પડે છે. કારણકે જો જીવન વિતાવવા માટે યોગ્ય જીવનસાથી ના મળે તો જીવન બદહાલ થઇ શકે છે. આપણે અહી લગ્નને લઈને આવાજ એક બનાવ વિશે વાત કરવાની છે જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે આ ઘટના દરેક માટે પ્રેરણા સમાન છે કે લગ્ન જેવા વિષયમાં કોઈ ઉતાવળ કરવાને બદલે યોગ્ય વિચાર કર્યા બાદ કામ લેવું જોઈએ.
આ ઘટના રાજસ્થાન ના નાગૌર ની છે કે જ્યાં એક યુવક પરિવાર સાથે રહેતો હતો જેનું નામ નથમલ સોની હતું. જણાવી દઈએ કે ઉમર વધવા છતા પણ નથમલ ને લગ્ન માટે યોગ્ય કન્યા મળતી ના હતી જેના કારણે તે અને તેનો પરિવાર ઘણો ચિંતિત હતો. તેવામાં એક વખત નથમલએ પોતાના લગ્નની ચિંતા ની વાત પોતાના ખાસ મિત્ર અને પડોસી ફારુખ ને કરી.
નથમલ ની વાત સાંભળી ફારૂખે તેને લગ્ન કરાવી આપવા માટે એક ઉપાય કહ્યો તેણે કહ્યુકે તેના બે મિત્રો છે. હસન અને મોહમ્મદ કે જે લોકોને લગ્ન કરાવી આપવા માટે મદદ કરે છે પરંતુ તેઓ લગ્ન કરાવવાના બદલામાં પૈસા લે છે. જે બાદ નથમલ લગ્ન માટે પૈસા ચુકવવા પણ રાજી થઇ ગયો. પછી ફારૂખે નથમલ ની ઓળખ હસન અને મહોમ્મદ સાથે કરાવી અને તેમણે લગ્ન કરાવી આપવાની હા કહી.
જોકે લગ્ન માટે તેઓએ નથમલ પાસે ૨ લાખ રૂપિયા માંગ્યા જોકે લગ્ન કરવા માટે નથમલએ બંને દલાલ ને ૨ લાખ રૂપિયા આપ્યા. થોડા સમય બાદ હસન અને મહોમ્મદે નથમલ ની ઓળખ બિહાર ની કાજલ સાથે કરાવી અને બંને પક્ષે યોગ્ય વાતચીત બાદ નથમલ અને કાજલ ના લગ્ન થયા. જોકે શરૂઆતમાં એક આદર્શ વહુની જેમ કામ કરી કાજલે પરિવારનું દિલ જીત્યું પરંતુ લગ્નના થોડા સમય બાદ તેણે પોતાનો રંગ બતાવ્યો
એક દિવસ પોતે અગાસી વાળવા જાય છે એમ કહી ઉપર ગયેલ કાજલ ઘણો સમય વીત્યા છતા પણ જયારે પરતના આવી ત્યારે પરિવાર દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે કાજલ ૫ તોલા સોનું અને ૨૦ તોલા ચાંદી લઈને અગાસી ઓળંગીને ભાગી ગઈ છે. આમ કાજલ એક લુતેરી દુલ્હન હતી. જે બાદ હસન અને મહોમ્મદ ને જયારે આ વાત કહી ત્યારે તેમણે કાજલ ને પછી લાવવા માટે વધુ ૫૦ હજાર રૂપિયાની માંગ કરી જે બાદ અંતે નથમલ પોલીસ પાસે ગયો અને ઘટના અંગે જાણ કરી
