Gujarat

પક્ષીઓ પ્રત્યે આવો અનોખો પ્રેમ પહેલા નહિ જોયો હોઈ! પક્ષીને ગરમીથી બચાવવા માટે આ યુવક જે કામ કરે જાણીને ગર્વ થશે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ ધરતી પર મનુષ્ય ઉપરાંત અન્ય જીવ પણ આ ધરતી પર વસવાટ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા માનવીને જેટલો વિકસિત બનાવવામાં આવ્યો છે તેટલો કોઈ પણ જીવને વિકસિત નથી બનાવ્યાં જેના કારણે મનુષ્યની એ જવાબદારી રહે છે કે તેણે પોતાની આસપાસ ના અન્ય જીવોની સંભાળ રાખવાની રહે છે. આપણે અહી આવાજ એક વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે ખરેખર પોતાના કાર્યથી લોકોને પ્રભાવિત કર્યા છે.

અને તેઓ જે પ્રકારે કાર્ય કરે છે તેના કારણે લોકો પણ તેમનાથી પ્રભાવિત થયા છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઉનાળાનો સમયગાળો શરુ થઇ ગયો છે. જેના કારણે ચારેતરફ તડકાના કારણે અને અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેવામાં મનુષ્યથી લઈને પ્રાણીઓ અને પક્ષીઓ પણ આ ગરમીના કારણે ઘણા હેરાન છે પરંતુ પક્ષીઓ આવી ગરમી સામે કોઈ કાર્ય કરી શકતા.

તેવામાં પક્ષીઓની આવી પીડાને જાણીને એક વ્યક્તિએ તેના માટે અનોખો રસ્તો બનાવ્યો છે. ગરમી સામે પક્ષીઓને રાહત મળે તે માટે એક વ્યક્તિ બરફની પાટ વડે પક્ષીઓને ઠંડક આપી રહ્યો છે. જો વાત આ ઘટના અંગે કરીએ તો આ વાત રાજકોટ શહેરની છે અહી એક યુવક કે જેનું નામ કૌશિક ભાઈ કનારા છે તેઓ રહે છે અને છેલ્લા ૯ વર્ષથી તેઓ ઉનાળામાં પક્ષીઓ માટે સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા છે.

ગરમીમાં પક્ષીઓ ને ઠંડક મળે તેવા હેતુથી કૌશિક ભાઈ પોતાની BMW ગાડીમાં ઉનાળાના ચાર મહિના રોજ આશરે ૮૦ કિલો બરફ પાટ લઈને રેસકોર્સ ના મેદાનમાં જાય છે અને ત્યાં ચણવા અને પાણી પીવા આવતા પક્ષીઓ માટે તે બરફ મુકે છે. જેને જોઇને હવે બીજા લોકો પણ બરફ મુકતા થયા છે. કૌશિક ભાઈએ જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી આ કાર્યમાં જોડાયેલા છે.

તેમનો એક નિયમ છે કે જ્યાં સુધી તેઓ બરફની પાટ મેદાનમાં ના મુકે ત્યાં સુધી તેઓ બપોરના જમતા નથી તેઓ પોતાના જન્મ દિવસે અનાર્થ બાળકો ને ભોજન કરાવવું અને માતા પિતા ની તિથી સમયે ગરીબ વૃધને જમાડવાનું કાર્ય કરે છે. આવા અનેક કાર્યને લઈને તેઓ હાલમાં ચર્ચામાં છે. અને તેમના સેવાકીય કાર્યને લઈને લોકો તેમને વખાણી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!