Gujarat

વડોદરા : ટેમ્પા ચાલકની ગંભીર બેદરકારીના લીધે પાંચ વર્ષ ના માસુમનો જીવ ગયો ! બાળક ના માથા પર બે વખત ટાયર ફરી વળ્યુ

ઘણી વખત આપણી અથવા બીજા ની બેદરકારી ના લીધે ગંભીર પરિણામો ભોગવવા નો વારો આવતો હોય છે એવી જ એક ઘટના વડોદરા મા સામે આવી છે જેમા એક પાંચ વર્ષ ના માસુમે પોતાનો જીવ ગુમાવ્યો છે. પાંચ વર્ષ નો માસુમ ઘર બહાર રમી રહ્યો હતો ત્યારે ડોર ટુ ડોર કચરો લેવા માટે આવતી ગાડી ના ડ્રાઇવરે ગાડીને રિવર્સ લેતા પાછળ રમી રહેલો બાળક ગાડીની અડફેટે આવ્યો હતો અને મોત નીપજ્યું હતુ.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર  વડોદરાના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઇ ફાર્મની સામે આવેલ સમીમ પાર્ક સોસાયટીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોન્ટ્રાક્ટની ડોર ટુ ડોરની કરચો લેવા આવતી ગાડી (ટેમ્પો) આજે સવારે 11: 15 વાગ્યા આવી હતી. કચરો લીધા બાદ ગાડીના ડ્રાઇવરે ગાડી ને રિવર્સ મા ફુલ ઝડપે લીધી હતી ત્યારે ઘરની બહાર પાંચ વર્ષ નો માસુમ બાળક મુહંમદઔન રમી રહ્યો હતો તેના માથા પર ગાડી નુ ટાયર ફરી વળ્યુ હતુ.

આ જોતા ની સાથે ત્યા ઉભેલા લોકો એ બુમાબુમ કરી હતી જેથી ટેમ્પા ના ચાલકે ગાડી ને આગળ હંકારી હતી જેથી ફરી બાળક ના માથા મા ટાયર ફરી વળ્યુ હતુ અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળક ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખેસડવા મા આવ્યો હતો પરંતુ માથા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી બાળક નો જીવ બચ્યો નહોતો.

ટેમ્પા ચાલક ને સ્થાનીક લોકો એ પકડી ને જે.પી. પોલીસ સ્ટેશનના સ્ટાફને હવાલે કર્યો હતો. જ્યારે ટેમ્પા ચાલક નુ નામ અનિલ ખૂમચંદભાઇ ગરવાલ (રહે. વડસર બ્રિજની પાછળ,) જાણવા મળ્યુ હતુ. જ્યારે લોકો નુ કહેવુ છે કે ટેમ્પા મા ઓવર લોડ કરચો ભરેલો હોવાથી સાઇડ મા થેલા લટકાવેલા હતા જેના કારણે ડ્રાઇવર ને રિવર્સ લેતી વખતે દેખાતુ નહતુ અને આ ઘટના બની હતી અને આ બાબત ને લઈ ને લોકો મા રોષ જોવા મળી રહ્યો છે.j

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!