Gujarat

ગુજરાતમાં આવી રહ્યું છે ચોમાસું! હવામાન વિભાગે કરી આગાહી આ દિવસથી લોકોને ભીંજવશે વરસાદ આવર્ષે વરસાદ પણ..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાજ્યમાં ગરમી એટલે કે ઉનાળાનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લોકો આકરી ગરમી અને તડકાને લઈને ઘણા હેરાન છે આવામાં હવે લોકો ઠંડક મેળવવા માટે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કેક પાછલા વર્ષે વરસાદની મેઘ મહેરામણ ને કારણે દેશ અને રાજ્યમાં જાણે જળ સમસ્યા હળવી બની હોઈ તેવું લાગ્યું હતું મુશળધાર વરસાદના કારણે દેશના અનેક વિસ્તારમાં પુરની સ્થિતિ પણ જોવા મળી હતી. તેવામાં ફરી એક વખત વરસાદ ને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

જો વાત હવામાન વિભાગની આગાહી અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર આજ વખતે રાજ્યમાં વરસાદ સામાન્ય રહેશે જયારે સૌરાષ્ટ્ર માં સામાન્ય કરતા થોડો વધુ જોવા મળશે. જણાવી દઈએ કે રાજ્યમાં જુનથી સપ્ટેમ્બર સુધીમાં ચાલી રહેલા સમયગાળા માં નૈઋત્ય દિશાથી આવતા ચોમાસાના કારણે લોંગ પીરીયડ એવરેજ ૯૬ થી ૧૦૪ ટકા જોવા મળી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં લીનાની ની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે લીનાને એટલે વધુ ઠંડી અને વધુ વરસાદ. જો વાત વરસાદ ની શરૂઆત અંગે કરીએ તો આવનાર મેં મહિના ના સમયગાળા માં ચોમાસું શરુ થઇ શકે છે, આ સાથે આજ વખતે હવામાન વિભાગ દ્વારા વરસાદ ના સીઝનલ માપદંડ માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને સામાન્ય ચોમાસા માટે જે માપદંડ પહેલા ૮૮૦.૬ મીલીમીટર હતો તેના સ્થાને હવે આ માપ ૮૬૮.૬ મીલીમીટર નક્કી કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જો વાત કુલ વરસાદ અંગે કરીએ તો તેનો સામાન્ય અંક હાલમાં ૧૧૬૦.૧ મીલીમીટર છે કે જેને ૧૧૭૬.૯ મીમી થી ઘટાડવામાં આવ્યો છે. જો કે છેલ્લા ઘણા સમયથી જોવા મળતા વરસાદના પેટર્ન ના કારણે આ વખતે પણ પાછલા વર્ષોની જેમ વરસાદ વધશે તેવી શક્યતા છે, આ વખતે રાજ્યમ પડતા કુલ વરસાદની સરખામણીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!