Gujarat

ચાર દીવસ મા 7 બાળકોના મોત થઈ આ ગામ મા ભય નો માહોલ ! આરોગ્ય વિભાગ ની ટીમ ગામ મા પહોંચી….

હાલ જ રાજસ્થાનના એક ફુલાબાઈ ખેડા ગામ મા ભય નો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ચાર દિવસ મા આ ગામ મા સાત બાળકો ના મોત નિપજ્યા છે મોત નુ પાક્કુ કારણ હજી સુધી ન મળી શકતા આરોગ્ય વિભાગ ની ટીમ આ ગામ મા પહોંચી છે અને લોકો ના ઘરે ઘરે જઈને સેમ્પલ લઈ રહી છે આરોગ્ય વિભાગ ની ટીમ અત્યાર સુધી મા કુલ 250 થી વધુ ઘર નો સર્વે કર્યો છે.

હાલ આ ઘટના અંગે પ્રાથમીક તપાસ મા એવી બાબત સામે આવી હતી કે બાળકો ને કોઈ વાયરસ લાગ્યો છે અને બાળકો ત્રણ દિવસ બિમાર રહ્યા હતા જેમા ઉલટી અને શરીર અકડાઇ જવુ અને લોહી ની ઉલ્ટી થયા ના લક્ષણો જોવા મળ્યા હતા અને બાદ મા તબિયત વધારે લથડી હતી અને બાળકો મૃત્યુ ને ભેટયા હતા. આ ઘટના બાદ ગામ ના લોકો ને ભય સતાવી રહ્યો છે. જ્યારે આ ઘટના બાદ મેડિકલ અને હેલ્થ વિભાગની ટીમે દુકાનો અને સ્ટોલમાં વેચાતા ઠંડા પીણાના સેમ્પલ લીધા હતા. વહીવટીતંત્રે ઘણા ઠંડા-પીણાં, દુકાનદારો અને લારીઓને જપ્ત કરી હતી અને માલિકોને તેનું વેચાણ ન કરવા સૂચના આપવામાં આવી હતી

સર્વે મા કુલ 58 બાળકો ના બ્લડ સેમ્પલ લેવા મા આવ્યા હતા જ્યારે 250 જેટલા ઘરો નો સર્વે કરવામા આવ્યો હતો આ બાબતે રાજ્યના આરોગ્ય મંત્રી પરસાદી લાલ મીણાએ જણાવ્યું હતું કે આ બાબતે કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ મૃત્યુ વાયરલના કારણે થયા છે. બાળકોનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. જોધપુર અને જયપુરની મેડિકલ ટીમો પણ ત્યાં પહોંચી ગઈ છે.

મેડિકલ અને હેલ્થ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. જોગેશ્વર પ્રસાદે જણાવ્યું કે ગુરુવારે યોગેશ (4) પુત્ર વિકારામ, વકારામ (11) પુત્ર થાવારામ, ગુડિયા (11) પુત્રી સોનારામ આ ત્રણેયની તબિયત લથડી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બાળકોના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કલેક્ટર ભંવરલાલ ચૌધરીએ ગામના અન્ય બાળકોની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. મૃત્યુ પામેલા બાળકોને લોહીની ઉલટીઓ થઈ હતી. આશંકા છે કે વાયરલ અથવા અન્ય બાબતના કારણે પણ આવું થયું હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!