અમરેલી-રાજુલાના ઉંચેયા ગામના કૂવામાં સિંહ ખાબકતા રેસ્કયુ કરાયું !જુવો દિલધડક વિડીઓ
હાલ મા ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે માણસો ની સાથો સાથ પશુ પક્ષી અને પ્રાણીઓ ને પણ ગરમી ની અસર થતી જોવા મળી હતી છે અને ગરમી થી બચવા માટે પાણી ની શોધ મા ફરતા હોય છે ત્યારે હાલ જ વનરાજા ને પણ ગરમી લાગી રહી છે અને પાણીની શોધમા ફરતા ફરતા એક ખુલ્લા કુવામા ખાબકયા છે. હાલ તેવા સમાચાર મળી રહ્યા છે
ઘટના અંગે જાણવા મળતી વિખતો અનુસાર અમરેલી-રાજુલાના ઉંચેયા ગામના ખુલા કૂવામાં એક સિંહ ખાબક્યો છે આ ઘટના ની જાણ ગામ લોકો ને થતા ની સાથે જ સિંહને બચાવવા માટે દોડી આવ્યા હતા અને સાથે વન વિભાગ ને પણ જાણ કરી હતી જ્યારે બાદ વન વિભાગ ની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને રેસ્કયુ કર્યુ હતુ. ઘટના મા જાણવા મળ્યુ હતુ કે કુવાઆ પડેલો સિંહ હજી બાળ અવસ્થા મા હતો અને 1 વર્ષ નો છે. કુવાની બાજુમાં ધાતરવડી નદી પાણીનો ધસમસતો પ્રવાહ હતો. ત્યા કુવામા પડ્યો હતો.
તાજેરત મા અનેક એવી ઘટના ઓ બની રહી છે કે સિંહો શિકાર ની શોધ મા ગામ મા ઘુસી આવ્યા હોય. પર્યાવરણ મા પ્રકૃતિ ઘટતી જતી હોવાથી આ પ્રકાર ની ઘટના બનતી હોય છે જ્યારે આ ઘટના ની વાત કરીએતો ફોરેસ્ટ વિભાગ ના કર્મચારી આવે ત્યા સુધી મા ગામ લોકો એ ખાટલા અને દોરડા વડે કોઠા સુજ થી સિંહ ને બચાવ્યો હતો.
#Breaking -અમરેલી-રાજુલાના ઉંચેયા ગામના ખુલા કૂવામાં 1 વર્ષનો સિંહ ખાબક્યો
-વનવિભાગની ટીમ સિંહને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું#Lion #Amreli #ForestDepartment pic.twitter.com/MbjKfzvD7d
— Gujarat Samachar (@gujratsamachar) April 15, 2022
ગુજરાતી અખબાર કોણ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ કરતા નથી ગુજરાતી અખબાર નો સંપૂર્ણ પ્રયાસ રહે છે કે વાચક મિત્રો ને સાચી અને સચોટ માહીતી પહોચાડવી પરંતુ કોણ પણ ઘટના અંગે ખાતરી આપતા નથી. દરેક વાંચક મિત્રો નો આભાર વ્યકત કરીએ છીએ.
