કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ અંગે ગોપાલ ઈટાલોયા એ કીધુ કે હાર્દિક ઈચ્છે તો આમ આદમી પાર્ટી…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાને લીધે ગુજરાતનાં રાજકારણમાં એક નવા એંધાણ પડવા જઇ રહ્યા છે. આ વાત ખૂબ જ આશ્ચયજનક વાત છે.
સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રાજ્યના શિક્ષણને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
આ તકનો લાભ લઈને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના શિક્ષણમંત્રીના મત વિસ્તારમાં આવેલ સરકારી શાળા ખંડેર જેવી હાલતમાં હોવાના કારણે તંત્રની પોલ ખૂલી ગઈ હતી.આ કારણે હવે આમ આદમી પાર્ટી દ્વારા એક નવું શિક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીએ એક હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે.
રાજ્યમાં ખંડેર શાળાઓ હોય તેના ફોટા મોકલવા માટે આમ આદમી પાર્ટી દ્વારા વિનંતી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા આ ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન સુધી મોકલવામાં આવશે અને આમ આદમી પાર્ટી અભિયાનથી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે.ગોપાલ ઇટાલિયાએ આ અભિયાન સાથે કહ્યું કે હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારી યુવાનને AAPમા જોડાવવાનું મારું આમંત્રણ છે.
શિક્ષા ક્રાંતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ સરકાર સામે અમે પ્રજાના પ્રશ્નોને ઉઠાવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતની શાળાઓ જોવા માટે આમંત્રણ આપ્યું હતું.ભાવનગરની શાળામાં રિનોવેશનનું કામ પણ શરૂ થઇ ચૂક્યું છે. જીતુભાઇના એક નિવેદન થી આપ પાર્ટીને વિધાનસભામાં ભાજપની ખામી દર્શાવવા એક મુદ્દો મળી ગયો છે, ત્યારે હવે આ વર્ષે જોવાનું એ પણ રહ્યું કે, શું વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતને પોતાનું ગઢ બનાવી શકશે કે,પછી આપ પાર્ટી પોતાનું પ્રભુત્વ દેખાડી શકશે.
