Entertainment

લિંબુ નો વિડીઓ વાયરલ થયો ! લીંબુ જે બોલ્યુ સાંભળીને હસવાનું નહી રોકી શકો ! જુવો વિડીઓ

આપણે ત્યાં કહેવાય છે ને કે, દરેકના દાયકાઓ આવે છે. આ વાત હાલમાં ખરેખર સાચી પડી હોય એવું જણાય છે. દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, સાથો સાથ હાલમાં તો ખાસ કરીને લીંબુ લોકો ને રડાવી રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે ડુંગળીનાં ભાવ આસમાને પહોંચ્યા હતા. બસ એવી જ રીતે હાલમાં લીંબુનાં ભાવ અત્યારે 300 થી 400 રૂ.કિલો થઈ ગયા છે. ત્યારે ખરેખર આ અસર ચિંતાજનક બની છે. લીંબુને લઈને હાલમાં સોશિયલ મીડિયામાં અનેક જોક્સ અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે હાલમાં લીંબુ એ પોતાના ભાવ વધતા લોકો જે પોતાના મનની વાત કરી છે

સોશિયલ મીડિયામાં કોઈપણ મુદ્દો ચર્ચામાં આવતા વાર નથી લાગતી.હાલમાં મોજ એપ્લિકેશન પર લીંબુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, ત્યારે લીંબુ આ વીડિયો જે વાત કરી રહ્યો છે જે જોઈને તમે હસવું નહીં રોકી શકો કારણ કે, આ વીડિયો છે જ એટલો રમુજી. આમ આપણે ત્યાં આવડત ની કોઈપણ કમી છે જ નહીં. આવા ગંભીર મુદ્દાઓને પણ રમુજી બનાવીને લોકોને સ્કારત્મક સંદેશ આપે છે.


હાલમાં જ લીંબુ માતા કી જય ! નામના બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લીંબુ બોલે છે કે, કેવી મજા આવે છે? આસમાને પહોંચી ગયા છે અમારા ભાવ! દરેકનો સમય આવે છે અને આજે અમારો પણ સમય આવ્યો છે, બસ ધીરજ રાખવી પડે છે. બહુ કહેતા હતા કે, મહેમાન આવ્યા છે તો ચા ન બનાવ દૂધ મોંઘું છે. લીંબુ અડધુ ફાડું નીચોવી લીબું સરબત બનાવી નાખ.


બીજા વીડિયોમાં લીંબુ બોલે છે કે, સ્ટેટ્સ જોઈએ અને સ્ટેટ્સ હોય એને ત્યાં એક કિલો લીંબુ હોય પરંતુ આ તો સમય મારો આવ્યો છે કે, જેનાં ઘરમાં હવે એક કિલો લીંબુ હોય. સુખી એ જ લોકો કહેવાશે જેમનાં ઘરે કિલો એક લિબુ હશે કે પછી આથેલા લીંબુ પડ્યા હશે કે અથાણું હશે એ જ લોકો સુખી ગણાશે. બોલો લીંબુ માતાજી કી જય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!