Gujarat

અમદાવાદ નો પરીવાર જાહો જલાલી છોડી દીક્ષા લેશે ! અમદાવાદ ના જાણીતા બિઝનેસમેન….

આજના સમયમાં લોકો સંસારનું સુખ છોડીને સંયમનો માર્ગ અપનાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ પ્રેરણાદાયી પ્રસંગ બન્યો છે. આ વાત જાણી તમને પણ ગર્વ થશે કે, આજના સમયમાં લોકો પોતાનું વૈભવશાળી જીવન છોડીને સંયમનો માર્ગ પસંદ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ બિઝનેસમેન પરિવાર એક સાથે દિક્ષા લઈ રહ્યા છે. આ ઘટના વિશે વધુ માહિતી આપીએ.

આગામી 7 મે ના રોજ 41 વર્ષીય બિઝનેસમેન જુગરાજ મહેતા તેમની પત્ની બબીતા અને દીકરા તીર્થ સાથે દીક્ષા લેશે. વાત જાણે એમ છે કે વર્ષ 2020માં માત્ર 14 વર્ષની વયે સ્વયં દીક્ષા લઈને જૈન સાધુ બની ત્યાગીજીવન પસાર કરે છે.

જુગરાજ મહેતા સાબરમતીમાં મહિલાઓના રેડીમેડ ગાર્મેન્ટનું કારખાનું ચલાવે છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા છે. તેમનો દીકરો સ્વયં તરુણાવસ્થામાં જ દીક્ષા લેવાનું મન બનાવી ચૂક્યો હતો ત્યારે તેના નિર્ણયને સાથ આપવામાં તેઓ અને તેમનાં પત્ની ખચકાઈ રહ્યા હતા.

જુગરાજ મહેતા અને તેમનાં પત્નીએ સ્વયંને સ્કૂલમાંથી ડ્રોપ લેવડાવ્યો પરંતુ તે ઘરે રહીને જ આધ્યાત્મના પાઠ લે તેનો આગ્રહ રાખ્યો. જોકે, સ્વયં અને તેના ગુરુ આચાર્ય રશ્મિરત્નસૂરી મહારાજએ આગ્રહપૂર્વક કહ્યું કે તે તૈયાર છે. “સ્વયં પોતાના નિર્ણયને વળગી રહ્યો અને અમારી સમક્ષ પરવાનગીની આજીજી કરી.

પરિવાર તરીકે તેઓ હંમેશા વૈભવી અને ભૌતિક સુખ-સગવડોવાળી જિંદગી જીવ્યા છીએ. પરંતુ અમને સમજાયું તે આ બધો મોજ-શોખ અને આનંદ તો ક્ષણિક છે અને જિંદગી ક્યારેય પણ અણગમતા વળાંક પર આવી શકે છે. વૈભવી જીવનની શોધમાં અમે જાણે-અજાણ્યે સતત પોતાની જાતને અને અન્યોને પીડા આપતાં રહ્યાં.

મહેતા દંપતી તેમના કુટુંબમાંથી તેઓ પહેલા છે જેમનો આખો પરિવાર દીક્ષા લઈ રહ્યો છે. જોકે, આચાર્ય રશ્મિરત્નસૂરી મહારાજના માર્ગદર્શન હેઠળ 36 પરિવારો દીક્ષા લઈ ચૂક્યા છે. “મોટાભાગના કિસ્સામાં એવું બને છે કે પરિવારનો એક સભ્ય દીક્ષા લે છે. તેનો આધ્યાત્મિક જ્ઞાનોદય જોઈને બાકીનો પરિવાર પણ પ્રેરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!