Gujarat

સુરતના યુવાને ઓનલાઇન લોન લીધા બાદ સ્યુસાઇડ કરવાનો વારો આવ્યો ! સાઇબર ફ્રોડ ગેંગથી એવો મેસજ વાયરલ કર્યો કે…

હાલના સમય મા સુરત મા રોજ બરોજ ખુબ આત્મહત્યા ના બનાવો વધી રહ્યા છે ત્યારે ફરી એક સાયબર ફ્રોડ ના કારણે સુરતના એક ત્રીસ વર્ષીય યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ સમગ્ર ઘટના ઓનલાઇન લોન લીધા બાદ ચુકવણી ના થતા રીકવરી ના નામે યુવાન ને ત્રાસ આપતા હોવાથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર સુરતના અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જલારામનગરમાં રહેતા અને ડીજીવીસીએલમાં લાઇન આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ૩૦ વર્ષીય વિવેક સુરેશ શર્માએ જેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. વિવેક શર્મા એ તા . ૯-૪-૨૨ના રોજ મોડી રાતે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી હતી. સવારે ઊલટીઓ થતા પરિજનોને ઘટનાની જાણ થઇ હતી અને વિવેક ની બહેને તેને હોસ્પિટલ એ પહોંચાડયો હતો. જ્યારે ગત બુધવારે વિવેક નુ મોત થયુ હતુ.

ઘટના બાદ વિવેકની બહેને જણાવ્યું હતુ કે વિવેકે ઓનલાઇન લોન લીધી હતી અને બાદ મા ઉઘરાણી ના નામ પર વિવેક ને સતત ધમકીભર્યા કોલ આવતા હતા અને સતત પરેશાન કરવામા આવતો હતો આ ઉપરાંત વિવેક ના કૉન્ટેક્ટ નંબર મેળવી ને તેના મેસજ કરવામા આવતો હતો કે વિવેક રેપીસ્ટ છે આ ઉપરાંત સોસીયલ પર પણ બદનામી ભર્યા મેસેજ  કરાતા હતા જેમા લખવામા આવતું હતુ કે….

“1ઇસને હમારી કંપનીસે લોન લેકે અભી ફરાર હુઆ હૈ ઔર 12 લડકી કા ઇસને જીસમ બેચકર ઔર બળાત્કાર કરકે ભાગા હૈ. પ્લીઝ ઇસકો અંડરમે બે જાયેગા યહ હમકો પૂરા વિશ્વાસ હૈ . લેકીન આપકો ભી સપોર્ટ કરના ચાહીએ , આપ લોગેને ઇસ બંદે કો દેખા તો ડાયરેક્ટ પુલીસ સ્ટેશન જાકર પુલીસ કો સંદેશ દીજીએ . ક્યોંકી એસે આદમી કો ફાંસી કી સજા જરૂરી હૈ” આમ વિવેક સાયબર ફ્રોડ ગેંગ નો શિકાર બન્યો હતો અને અંતે આવા ત્રાસ થી કંટાળી ને અંતીમ પગલુ ભરી લીધુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!