Gujarat

અમદાવાદ: ઓનલાઇન જીવનસાથી ની શોધ મા યુવતી બરોબર ની ફસાઈ ! 21 લાખ રુપીયા…

લગ્ન ઇચ્છુક દરેક યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આજના સમયમાં ડીજીટલ યુગની સાથે હવે અનેક બદલાવો આવી રહ્યા છે, ત્યારે હવે એવા અનેક એપ્લિકેશન આવી ગયા છે, જેના દ્વારા લોકો પોતાની જીવન જરૂરિયાત પૂરી થઈ રહી છે. હાલમા જ એક ચેતવણીરૂપ સમાન કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદ શહેરમાં. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઓનલાઇન જીવનસાથી ની શોધ મા યુવતી સાથે છેતરપિંડી થયેલ આ ઘટના જાણીને ચોંકી જશો.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જીવનસાથીની શોધમાં એક યુવાન ઓનલાઈન વેબસાઈટનો સહારો લીધો હતો. અત્યાર સુધી અનેક યુવાનો યુવતીની મોહમાં આવીને છેતરાય જતા હોય છે, એવા બનાવો બન્યા છે પરંતુ હાલમાં એક યુવતી જીવનસાથીની શોધમાં ફસાઈ ગઈ. વાત જાણે એમ છે કે, યુવતી ને એક યુવકે કરોડો રૂપિયાની ગિફ્ટ મોકલી હોવાની લાલચ આપી અલગ અલગ ટેકસ પેટે 22 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા.

આ ઘટના વિશે વધુ જાણીએ તો અમદાવાદ ની એક યુવતી નો સંપર્ક અમોલ દલવી નામના યુવક સાથે થયો હતો. આ યુવક મૂળ પુણે નો છે. યુવતીને ફસાવવા માટે યુવકે કહ્યું કે તે યુ.કે માં રહે છે તેમજ ત્યાં ગ્લાસગો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેને કહ્યું હતું કે તે ભારતની છોકરી સાથે લગ્ન કરવા માગે છે. તેવુ ચેટ દ્રારા તેમજ વ્હોટસેપ ઓડીયો કોલીંગથી વાતચીત કરી તથા તેના ફોટાઓ મોકલી યુવતીનો વિશ્વાસ જીતી લીધો.

યુવકે કહ્યું કે યુ.કે. થી પાર્સલ મોકલેલ જેમાં યુ.કે. ની કરન્સી છે જે ભારતીય ચલણ પ્રમાણે બે કરોડ જેટલી થાય છે. જે પાર્સલ છોડવવા માટેનું જણાવેલ ત્યાંર બાદ યુવતીએ મુંબઇ કસ્ટમ વિભાગ બોલાતા હોવાનું જણાવી યુ.કે થી પાર્સલ આવેલ છે. પાર્સલ છોડાવી આપશે તેમ કહીને અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા 21,79,500 બેંક એકાઉન્ટ માં ભરાવ્યા હતાં યુવતી એ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ એ દિલ્હી થી ઇરફાનખાન નામના આરોપી ને ઝડપી લીધો છે.આ દરમિયાન બેંક એકાઉન્ટ માથી પક્ડાયેલ આરોપીના કેનેરા બેંકના એકાઉન્ટમાં રૂપીયા 9 લાખ 75 હજાર ફ્રોડના પૈસા મળ્યા.

છેતરપિંડી આચરવા માટે આરોપીએ પોતાના આધાર કાર્ડ માં તેના વતનનું એડ્રેસ હતુ તે બદલાવેલ તેમજ કાર્ડ ખરીદ કરી ફરીયાદી ના ફ્રોડના નાણા મેળવવા માટે બેંકોમાં એકાઉન્ટો ખોલાવી નવુ સીમ કાર્ડ લીધેલ તેનો નંબર બેંક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવી ફ્રોડ કરેલાની કબુલાત કરેલ છે. હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, અન્ય કેટલા આરોપી ઓ સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી અન્ય કોઈ યુવતીઓ સાથે આવી ઘટના ન બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!