Gujarat

ભાવનગરમાં થયો ગંભીર અકસ્તમાત! લગ્નની જાન જોડીને માંડવે જાય એ પહેલા જ યુવાન પોતાનો જીવ ગુમાવ્યો…

હાલમાં દિવસે ને દિવસે રોડ અકસ્તમાતના બનાવો બની રહ્યા છે, ત્યારે આજ રોજ ભાવનગરના તળાજા હાઇવે પર અતિ ગંભીર અકસ્તમાત્મા બે યુવોકોના ઘટના સ્થળે જ મુત્યુ થયું, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ. આ ઘટના વિશે વિસ્તુતમાં જાણીએ. સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
ભાવનગર તળાજા હાઈવે પર ટ્રક અને સ્વિફ્ટ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો

આ ઘટનામાં બે યુવાનોનું ઘટના સ્થળે જ નિધન થયું છે. જ્યારે બે વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એક તરડ હનુમાન જયંતીનું પાવન અવસર પરતું આ જ દિવસ બે પરિવાર માટે કાળ બનીને આવ્યો. ખરેખર આ ઘટનાની પરિવારે પોતાના વ્હાલસોયા દીકરા ગુમાવી દિધા. આ ચાર મિત્રો એ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે, આવી ઘટના બનશે.

આ ઘટનાને કારણે ત્રણ વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરેલ છે. ભાવનગર પાસે તળાજાના દિનદયાલ નગરમાં રહેતા વશરામભાઈ બારૈયા કલવાળાના પુત્ર ભાવેશ પોતાની પોતાના મિત્રો પ્રવિણ પરમાર, જયુભા ગોહિલ, રવુંભા ગોહિલ અને વીજપાલ સાથે રવુંભા ગોહિલને ડાયાલિસીસ કરાવવાનું હોવાથી સાથે જતા હતા. આ દરમિયાન જ રસ્તાના આવો બનાવ બન્યો.

કાર ચાલક ભાવેશ અને પ્રવિણનું મોત નીપજ્યું છે. અકસતમાત એટલો ગંભીર હતો કે એક કલાક બાદ બંનેના મૃતદેહને બહાર નીકળી શક્યા. પ્રવિણ પરમાર દરજીની દુકાન ચલાવે છે. ભાવેશના વૈશાખ મહિનામાં લગ્ન હતા. મિત્રોમાંથી જાણકારી મળી હતી કે, એની સગાઈ વડોદરા ખાતે થઈ હતી. લગ્ન અંગે ભાવેશે સ્ટેટસ મૂક્યા હતા.કહેવાય છે ને કે, વિધીના લેખ લખાયેલા જ હોય છે. યુવક ઘોડી ચઢીને જાન જોડીને જાય એ પહેલાં જ યુવકની અર્થી ઉઠી ઘરેથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!