Gujarat

અદાણી અંબાણી નહી આ ગુજરાતી બીઝનેસમેન કરે છે સૌથી વધુ દાન ! અત્યારે સુધી મા અધધધ આટલા કરોડ….

ભારતમાં અનેક અબ્જોપતિઓ છે, જેની દિવસની કમાણી 100 કરોડ થી પણ વધુ હશે. ત્યારે આવા ધનવાનોમાં એક જ એવા વ્યક્તિ છે, જે દરરોજ 22 કરોડ રૂપિયાનું દાન કરે છે. કહેવાય છે ને કે, વ્યક્તિ ધન થી મોટો નહીં પણ મનથી મોટો હોવો જોઈએ. આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરીશું જેમણે આપમેળે અથાગ પરિશ્રમ થકી કરોડોની કંપની ઉભી કરી લીધી.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે, પદ્મ ભૂષણ અઝીમ પ્રેમજીએ અત્યાર સુધીમાં અબજો રૂપિયાની ચેરિટી કરી છે. તેમનો કંપની વિપ્રોની નેટવર્થ 3 લાખ 46 હજાર 537 કરોડ રૂપિયા છે 30 ઓગસ્ટ 2021 સુધી. આવડી મોટી કંપની ઉભી કરવામાં અજીમ પ્રેમજીએ ઘણી મહેનત કરી છે. આપણે અઝીમ પ્રેમજીના જીવન વિશે જાણીએ તો, તેમનો જન્મ એક ઉદ્યોગપતિના ઘરે થયો હતો. તેમના પિતા મોહમ્મદ હાશિમ પ્રેમજી જાણીતા ચોખાના વેપારી હતા.

બર્મા હાલ મ્યાનમારમાં તેમનો ચોખાનો મોટો વ્યવસાય હતો, જેના કારણે તેમને બર્માના ચોખાના રાજા તરીકે ઓળખવામાં આવતા હતા. બર્માથી ભારત આવ્યા અને ગુજરાતમાં રહેવા લાગ્યા. 1945 માં જ્યારે ભારત સ્વતંત્ર નહોતું અંગ્રેજોની કેટલીક નીતિઓને કારણે, તેઓએ તેમનો ચોખાનો વ્યવસાય બંધ કરવો પડ્યો હતો. અઝીમ પ્રેમજીએ 1945 માં વનસ્પતિ ઘીનું ઉત્પાદન શરૂ કર્યું અને વેસ્ટર્ન ઇન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ નામની કંપની બનાવી. આ કંપની વનસ્પતિ તેલ અને લોન્ડ્રી સાબુ બનાવતી હતી.

અઝીમનો જન્મ 24 જુલાઈ 1945 ના રોજ થયો હતો અને કંપનીની સ્થાપના 29 ડિસેમ્બર 1945 ના રોજ થઈ હતી. માત્ર 21 વર્ષની ઉંમરે અઝીમ પ્રેમજીએ પોતે કંપનીની કમાન સંભાળવાનું નક્કી કર્યું. આ જ કંપનીના એક શેરહોલ્ડરે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે 21 વર્ષનો છોકરો, જેને ખાસ કરીને આ કામનો અનુભવ નથી, તે કંપની સંભાળી શકશે નહીં. પણ અજીમ પ્રેમજીની કોઠા સૂઝ અને આવડતના લીધે કંપની ખૂબ જ આગળ આવી અને તેમના નેતુત્વમા વર્ષ 1980 પછી, જ્યારે એક મોટી IT કંપની IBM ભારતમાંથી બહાર આવી અને વિપ્રોએ એક અમેરિકન કંપની સેન્ટીનેલ કોમ્પ્યુટર્સ સાથે મળીને માઇક્રોકોમ્પ્યુટર્સ બનાવવાનું કામ શરૂ કર્યું. ત્યારબાદ કંપની એ સફળતાનાં શીખરો સર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!