Gujarat

દીકરી એ પોતાની વિધવા માતા ના 53 વર્ષ ફરી લગ્ન કરાવાવ્યા એ પણ ખુશી ખુશી ! આવુ કરવાનુ કારણ જાણશો તો

જીવનસાથી વિના જીવન અધૂરું છે. આમ પણ કહેવાય છે ને કે, દરેકના જીવનમાં એક એવા વ્યક્તિની હાજરી હોવી જોઈએ, જે તમને સમજી શકે અને તમારા સુખ અને દુઃખમાં ભેળે રહે. આ જ કારણે લોકો લગ્ન કરે છે, લગ્ન બાદ જે પાત્ર મળે છે, તેની સાથે જીવનભરની દરેક પળો તેની સાથે વિતાવવાની હોય છે. ક્યારેક એવું પણ બને કે, જીવન અંત સુધી સાથે દેનાર વ્યક્તિ અચાનક છોડી ને ચાલ્યો જાય તો પછી જીવનમાં એકલતા છવાઈ જાય છે અને વ્યક્તિ પણ સતત મુંઝવણમાં રહે છે.

આજે આપણે એક એવા જ બહેનની વાત કરવાની છે, જેમનાં જીવનમાં તેમની જ દીકરીએ ખુશીઓનાં રંગ ભર્યા. ખરેખર આ વાત સમાજના દરેક લોકો માટે એક ઉત્તમ સંદેશ છે. પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. આ વાત તો આપણે જાણીએ છે કે, પ્રેમ એ શાશ્વત છે. આ પ્રેમની પરિભાષા એક દીકરીએ સમાજને સમજાવી છે. અત્યાર સુધી સાંભળ્યું હશે કે માતાપિતા સંતાનોના લગ્ન કરાવે પરતું એક દીકરીએ તેની 53 વર્ષની માતાનાં લગ્ન કરાવ્યા.

પોતાની માતાના લગ્ન કરાવીને સમાજને પણ ચોંકાવી દીધા.
આ બનાવ રાજસ્થાનના જયપુરમાં બન્યો છે, જયપુર શહેરમાં રહેતી દીકરી સંહિતાની માતાની ઉંમર 53 વર્ષ હતી, સંહિતાએ તેની વિધવા માતા ગીતા અગ્રવાલના લગ્ન ફરીથી કરાવીને સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો, તેમના માતા બીજા લગ્ન કરવા તૈયાર ન હતા.

વાત જાણે એમ છે કે l,સંહિતાના પિતાનું મૃત્યુ વર્ષ 2016માં હાર્ટ એટેક આવવાના કારણે થઇ ગયું હતું, તેથી સંહિતા તેની માતાની હાલત જોઈ શકતી ન હતી, તેથી સંહિતા તેની માતાને તેના પિતાના મૃત્યુના આઘાતમાંથી દૂર કરવા માટે બીજા લગ્ન કરાવ્યા. પોતાની માતા માટે યોગ્ય જીવન સાથી શોધવા માટે સંહિતાએ મેટ્રિમોનિયલ સાઇટ પર તેની માતાની પ્રોફાઇલ અપલોડ કરી હતી અને તેમાંથી જ પોતાની માતા માટે યોગ્ય વરરાજો શોધ્યો.

સાઇટ પર થી મળેલ કેજી ગુપ્તાએ એક સરકારી કર્મચારી હતા, કે.જી.ગુપ્તાની પત્નીનું થોડા સમય પહેલા મૃત્યુ થઇ ગયું હતું, તે પછી કેજી ગુપ્તા સાથે વાતચીત કર્યા પછી સંબંધ નક્કી કર્યા અને કેજી ગુપ્તા જયપુર આવ્યા. યુવતીની માતા અને ગુપ્તાજીની બંનેની સંમતિ બાદ ગયા વર્ષની 31 ડિસેમ્બરના રોજ પરિવારની હાજરીમાં લગ્ન સંપન્ન થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!