India

ચોરે જજને રજા પર મોકલીને પોતે ખુરશી સાંભળી અને છોડ્યા અનેક ગુનેગાર આ ચોરની કરામત જાણી ચોકી જાસો બે મહિનામાં…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ કુદરત દ્વારા વ્યક્તિને ઘણો સમૃદ્ધ અને વિકસીત બનાવવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય પાસે જે મગજ છે તે કોઈ સુપર કમ્પુટર કરતા પણ ઘણું તેજ છે. આપણું મગજ આપણી ખરી તાકાત છે. આપણે સૌ ઘણા એવા લોકોને જાણીએ છીએ કે જેમણે પોતાની બુધીમતા થી આખા વિશ્વને નવી દિશા આપી જોકે આ મગજ જેટલું તાકાતવર છે તેટલું ચંચળ પણ છે. ઘણા લોકો પોતાની ખાસ હોશિયારી અને વિશેસ આવડત ને સારી જગ્યા પર ઉપયોગ કરવા ને બદલે ખોટી જગ્યાએ ઉપયોગ કરે છે.

આપણે અહી આવાજ એક ઘણા જ બુદ્ધિમાન ચોર વિશે વાત કરવાની છે કે જેના કારસ્તાન જાણીને તમને પણ નવાઈ લાગશે કે કોઈ વ્યક્તિ આટલો બુદ્ધિશાળી કઈ રીતે હોઈ શકે. આપણે અહી ધની રામ મીતલ વિશે વાત કરવાની છે કે જેણે ચોરીના મામલે નવા રેકોર્ડ બનાવ્યાં છે. આમતો લગભગ ઘણા જજ અને કોર્ટ ના લોકો ધની રામ મીતલ ને જાણતા હતા કારણ કે ધની રામ મીતલ પોતાના સ્વભાવ અને ચોરીની વૃતિ ને લઈને અવાર નવાર કોર્ટમાં હાજર કરવામાં આવતો હતો.

ધની રામ મીતલ મજબૂરી માટે નહિ પરંતુ એક પેશન તરીકે ચોરી કરે છે. અને તેણે ચોરીને એક પ્રોફેસન બનાવ્યું. જો વાત ધની રામ મીતલ ની આવડત અંગે કરીએ તો જણાવી દઈએ કે ધની રામ મીતલે એલ એલ બી નો અભ્યાસ તો કર્યો જ છે સાથો સાથ હેન્ડરાઈટીંગ વિશેષજ્ઞ ઉપરાંત ગ્રાફોલોજી ની પણ જાણકારી ધની રામ મીતલ ધરાવે છે.

તેને પોતે મેળવેલ આ તમામ જ્ઞાન નો ઉપયોગ કોઈ સારી જગ્યાએ કરવાને બદલે ચોરીમાં કર્યો જણાવી દઈએ કે છેલ્લી વખત વર્ષ ૨૦૧૬ માં ધની રામ મીતલ ની ચોરી અંગે ફરિયાદ આવી હતી પરંતુ તે ભાગી ગયો હતો એક અંદાજ અનુસાર આત્યાર સુધીમાં ધની રામ મીતલ દ્વારા આશરે ૧૦૦૦ કરતા પણ વધુ ગાડીઓ ચોરી કરવામાં આવી છે,

અહી ધની રામ મીતલ ના જીવન સાથે જોડાયેલ એક ખાસ કિસ્સો જાણવા જેવો છે. આ વાત થોડા સમય પહેલા ની છે કે જ્યાં ધની રામ મીતલ દ્વારા ખોટા કાગળો તૈયાર કરીને હરિયાળાની ઝજ્જર અદાલત ના એડીશનલ શેસન ના જજને આશરે ૨ માસ સુધી રજા પર મોકલી તેમની ખુરશી પર બેસી ગયો.

તમને પણ જાણીને નવાઈ લાગશે પરંતુ આશરે ૨ માસ સુધી ધની રામ મીતલ જજ ની ખુરશી પર બેઠા બેઠા નિર્ણય લીધા અને આશરે ૨૦૦૦ જેટલા કેદીને જમાનત આપી છોડ્યા આ ઉપરાંત અમુક લોકોને પકડાવ્યા પણ હતા જોકે અંતે આ બાબત અંગે ખુલાસો થતા ધની રામ મીતલ ને તથા તેણે જમાનત પર છોડેલા ગુનેગાર ને પકડી લેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!