અમદાવાદ: માતા ની નજર સામે જ પાંચ વર્ષ ના માસુમ બાળક નુ મોત થયુ ! દિકરા નો જન્મ દિવસ ઉજવે એ પહેલા જ…
શહેરામા મોટા વાહનો બેફામ રીતે દોડી રહ્યા છે અને તેના પર કોઈ લગામ નથી રહી. ત્યારે ક્યાક ને ક્યાક અક્સમાત ની ઘટના ઓ સામે આવી રહી છે ત્યારે વડોદરામા હજી એક અઠવાડીયા પહેલા જ ટેમ્પર બેલ કચરા વાળા ના ટેમ્પા થી એક પાંચ વર્ષ નો બાળક કચડાયો હતો અને મોત નીપજયુ હતુ ત્યારે ફરી એક ઘટના સામે આવી છે જેમા માતા ની નજર સામે જ એક બાળક નુ ટ્રક અડફટે આવી જતા હોત નીપજયુ છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું. માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત થયું છે. આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આઘટના મા મૃતક બાળક નુ નામ દહર ભટ્ટ જાણવા મળી રહ્યુ છે જ્યારે માતા નુ નામ સુરભિબેન ભટ્ટ છે.
દહર ભટ્ટને માતા આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા મુકવા માટે જતા હતા ત્યારે બેફામ ડમ્પર ચાલકે એક્ટીવા ને ટક્કર મારી હતી જેમા માતા બચી ગઈ પરંતુ તેનો માસુમ દીકરો દહર ભટ્ટ નુ કમકમાટીભર્યુ મોત નીપજયુ. આગામી 1 જુન ના રોજ દહર ભટ્ટ નો જન્મ દિવસ હતો એ પહેલા જ દહર મોત ને ભેટતા પરીવાર માતમ છવાયો હતો.
આવી એક અન્ય અકસ્તમાત ની ઘટના વડોદરા શહેર મા 6 દિવસ પહેલા તાંદલજા વિસ્તારમાં બની હતી જેમા એક પાંચ વર્ષ નો માસુમ બાળક ટેમ્પર બેલ કચરો ઉપાડવા ટેમ્પા ની અડફેટે આવી જતા કરુણ મોત નીપજયુ. આવી સતત બનતી ઘટના ને રોકવા માટે કોઈ ને કોઈ પગલા લેવા જરુરી છે.