ટીકટોક સ્ટાર કિર્તી પટેલ પર વધુ એક ફરીયાદ નોંધાઈ! અમદાવાદ ના વસ્ત્રાપુર મા…
બે વર્ષ પહેલા ટીક ટોક એપ પર પોતાના વિડીયો મુકીને ફેમસ થયેલી ટીકટોક સ્ટાર કિર્તી પટેલ અનેક વિવાદો મા આવી ચુકી હજી એક મહિના પહેલા જ ગોવા થી સુરત ની એર ફ્લાઈટ મા પણ એક બબાલ થય હતી ત્યાર બાદ તેના પર ફરીયાદ નોંધાઈ હતી ત્યારે એ અગાવ પણ અનેક વખત વિવાદો મા આવેલી કીર્તિ પટેલ પર ફરી એક ફરીયાદ અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન મા નોંધાઈ છે.
Zee 24 કલાંક ના અહેવાલ મુજબ બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોસીયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય કે અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચુક્યો છે. ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે.
આ અગાવ કર્ણાવતી ક્લબ સામે એક મારામારી ની ઘટના મા કીર્તિ પટેલનુ નામ આવ્યુ હતુ જેમા ફરીયાદી મહીલા એ અમદાવાદ ના સેટેલાઇટ પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાવીહતી અને ત્યાર બાદ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન પરેશાન કરવામાં આવતી હતી.
જ્યારે હવે આ મહીલા એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.
