સજ્જુ કોઠારીના ભાઈએ પોલીસ પર હુમલો કર્યા બાદ પોલીસ બુલડોઝર લઈ ને પહોંચી અને ગેરકાયદેસર….
થોડા દિવસ પહેલા જ સજ્જુ કોઠારી ની પોલીસે ઘરપકડ કરી હતી જેમા સજ્જુ કોઠારી પોતાના ખુફીયા રુમ માથી ઝડપાયો હતો આ દરમ્યાન મા ઘણા લોકો એ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી જેમા સજ્જુ કોઠારી નો ભાઈ આરીફ કોઠારી પણ હતો જેના વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરવા પહોંચી હતી ત્યારે પોલીસ પર હુમલો કરવામા આવ્યો હતો જયાર બાદ પોલીસ બુલડોઝર લઈ ને પહોચી હતી અને આરીફ ના ગેરકાયદેસર અડ્ડાઓ પર બુલડોઝર ફેરવી દીધુ હતુ.

ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર મંગળવારે રાત્રે દસ વાગ્યે સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં પાળા પાસે રાંદેર પોલીસને આરીફ દેખાયો હતો. સબ ઇન્સપેક્ટર હડીયા અને ટીમે તેને દોડીને પકડી લીધો હતો, પંરતુ તેણે બૂમાબૂમ કરી 30થી 35ના ટોળાના મદદથી પોલીસ ઉપર જ હુમલો કરી દીધો હતો. સબ ઇન્સપેક્ટરના કપડાં સુધ્ધાં ફાડી આરીફ કોઠારીને પોલીસના સંકજામાંથી છોડાવી ગયા હતા. ત્યાર બાદ પોલીસે આરીફ કોઠારી ના અડ્ડાઓ પર કડક કાર્યવાહી કરતા શીતલ ટોકીઝની બાજુમાં જુગારધામ ગેરકાયદેસર જગ્યામાં ચલાવતો હતો ત્યાં પહોંચી હતી.

જ્યાર ગેરકાયદેસર સરાકરી જમીન પર જુગાર ના અડ્ડાઓ પર બુલડોઝર ફેરવ્યુ હતુ અને આગળ રહેલા વાહનો કબજે કર્યા હતા બાદ મા લોખંડ નો ગેટ પાસે બુલડોઝર થી સફાયો કર્યો હતો. જોકે ભૂતકાળમાં વિજિલન્સ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી. ગઇકાલે પોલીસ દ્વારા મહાનગરપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓને લઈને તને થોડો પણ કાપી નાખવાની કામગીરી કરી હતી. મંગળવારે પોલીસ પર હુમલા ની ઘટના જે બની હતી તેમા કુલ 12 વધુ ની ધરપકડ કરવામા આવી હતી આ ઉપરાંત પોલીસે કડક કાર્યવાહી કરી તમામ અસામાજીક તત્વો ને ચેતવ્યા હતા.
