ગોંડલ : કાર કાળ બનીને ત્રાટકી ! વૃધ્ધ નો જીવ ચાર સેકન્ડ મા વયો ગયો , જુવો ધ્રુજાવી દે તેવો વિડીઓ…
રાજ્ય મા સતત અક્સમાત ના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક અકસ્તમાત નો બનાવ સામે આવ્યો છે જે એક હીટ એન્ડ રન ની ઘટના પણ કહી શકાય. ગોંડલ શહેર મા ઓવર સ્પીડ મા એક કારે રોંગ સાઇડ મા જઈ ને બે બાઈક ને અડફેટે લીધા હતા જ્યારે સામે ની સાઇડ મા ઉભેલા એક વૃધ્ધ ને અડફટે લેતા વૃધ્ધનુ મોત થયુ હતુ જ્યારે કાર સવાર નાસી છુટયો હતો.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર સવારના સુમારે એક એન્ડવર કાર પુર ઝડપે કાબુ ગુમાવી ને સામે ના ભાગે બે બાઈક ને અડફટે લીધી હતી અને ત્યા ઉભેલા એક વૃધ્ધ કે જેનુ નામ ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈ મુકાતી પર ચડી ગઈ હતી આ ઘટના મા 70 વર્ષિય ઈકબાલ ભાઈ નુ કમકમાટીભર્યુ મોત નીપજયુ હતુ. આ ઘટના બાદ એક સોસીયલ મિડીઆ પર એક વિડીઓ વાયરલ થયો છે.
જેમા કાર ફુલ ઝડપે જતી હોય તેવુ દેખાઈ રહ્યુ છે આ વિડીઓ જોઈ અંદાજ લગાવી શકાય છે અક્સમાત કેટલો ભયજનક હતો અને કાર ની સ્પીડ કેટલી વધારે હતી. કાર સામે ની દુકાન મા ઘુસી ગઈ હતી જ્યારે કાર સવાર કાર મુકી ને નાસી છુટયો હતો.
આ ઘટના બાદ સ્થાનીક લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફીક જામ થયુ હતુ બાદ મા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અને મૃતકના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.