મીરા સોલંકી હત્યા કેસ મા હત્યારા નુ નામ સામે આવી ગયુ ! પોલીસ થી બચવા મંડન કરાવ્યું પરંત આખરે સત્ય…
શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની નર્મદા જિલ્લાના તીલકવાડા પોલીસ મથકની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. ત્યારે બાદ પોલીસ ની તપાસ નો ધમધમાટ ચાલુ થયો હતો અને યુવતી ના મોબાઈલ થી તેની બહેન ને છેલ્લો મેસજ એવો હતો કે “હુ સંદીપ સાથે છુ ચિંતા ના કરશો ” ત્યારે સંદીપ શક ના દાયરા મા હતો અને છેલ્લા દીવસો થી ગુમ હતો ત્યારે ગઈ કાલે તીલકવાડા LCB દ્વારા પકડી પડાયો હતો અને સઘન પુછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી ગઈ હતી.
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબેએ જણાવ્યું હતું કે, ટેક્નિકલ સર્વેલન્સના આધારે સંદીપ મકવાણા વડોદરામાં હોવાની માહિતી મળતા ટીમ રવાના થઇ હતી. તેની અટકાયત કરવામાં આવી અને પૂછપરછ દરમ્યાન તેણે ગુનો કબુલ્યો હતો. સંદીપને 4 વર્ષથી મીરા સાથે સંબંધ હતો અને સંદીપ મીરા સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. સંદીપે મીરા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે યુવતીએ લગ્ન માટે ના પાડી દીધી હતી. જેથી ગુસ્સે થઇને યુવતીની ચૂંદડીથી ગળે ટૂંપો દઇને હત્યા કરી નાખી હતી. અને કેસરપુરા વિસ્તારમાં ફેંકી ભાગી ગયો હતો. બીજા દિવસે લાશને જોવા માટે પણ આવ્યો હતો. તેની ધરપકડ કરી છે. ચૂંદડી પણ જપ્ત કરી છે. યુવતીનો મોબાઇલ હજુ સુધી મળ્યો નથી. પ્રિ-પ્લાન હત્યા કરી હતી. બંને વચ્ચે કેવા સંબંધ હતા. તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
ઘટના અંગે વધુ મા વાત કરીએ તો યુવતી વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી હતી જેનુ નામ મીરા સોલંકી હતી ઘરેથી લાપતા થયા બાદ પિતા નરેશભાઈ સોલંકી એ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મીરા સોલંકી ની લાશ રહસ્યમય સંજોગો મા તિલકવાડા નજીક કેસરપુરા ગામ નજીક ખેતરમાંથી મળી આવી હતી અને આ બાબત ની જાણ મીરા ના પરીવાર ને થતા તેવો તીલકલાડા આવી પહોચ્યા હતા અને લાશ પોતાની દીકરી મીરા હોવાની ઓળખ કરી હતી.
ઘટના બાદ પોલીસ ની સઘન તપાસ મા સંદીપ શંકા ના દાયરા મા હોવાથી અલગ-અલગ વોચ ગોઠવી સંદીપ ની તપાસ કરી રહી હતી ત્યારે સંદીપ મકવાણા વડોદરાના વાઘોડિયા રોડ નજીકના પંચમ પાર્ટી પ્લોટ વિસ્તારમાં ફરી રહ્યો હોવાની નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બાતમી મળતા LCB અને તિલકવાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શંકા ના આધારે 22 એપ્રિલે ઝડપી લીધો હતો.