પટેલ યુવાને કેનેડા મા MBA કરી અમદાવાદ મા “પટેલ ચાઈવાલા” નામ નુ કાફે ચાલુ કર્યુ! આવુ કરવા પાછળ નુ કારણ…
ગુજરાતી એટલે ધંધાદારી! આમ પણ કહેવાય છે ને કે, ગુજરાતીઓના તો લોહીમાં ધંધાનાં ગુણો રહેલા છે. આજના સમયમાં એક નજર જો આપણે વિશ્વ પર કરીએ તો સૌથી વધારે સંપત્તિવાન બિઝનેસમેનો આપણા ગુજરાતીઓ છે. દરેક બિઝનેસમેન પોતાનો નાનો એવો ધંધો શરૂ કરેલ અને એજ ધંધામાંથી આજે વટવૃક્ષ બની ગયેલું છે. આવી જ વિચારધારાઓ લઈને એક યુવાન ચર્ચામાં આવ્યો છે. આજના સમયમાં ઘણા એવા યુવાનો છે જે પોતાનો અભ્યાસપૂર્ણ કરીને અને અભ્યાસ સાથે સ્ટાર્ટ અપ કરે છે.
અમદાવાદમાં રહેતો અને કેનેડામાંથી MBAની ડિગ્રી મેળવી ચૂકેલો સાગર પટેલ આવા યંગસ્ટર્સ માટે એક ઉદાહરણરૂપ છે. ખૂબ જ વૈભવશાળી પરિવારનો આ યુવક હાલ IIM રોડ પર પટેલ ચાઈવાલા નામથી ટેમ્પોમાં ચાની કીટલી એટલે કે નાનું કાફે ચલાવે છે. જ્યારે તે કેનેડામાં હતો ત્યારે ભણવાની સાથે એક કાફેમાં જોબ કરતો હતો. આજે હવે પોતાની નાની એવી કિટલી શરૂ કરી છે પણ તે ખુશ છે અને તેને આત્મવિશ્વાસ છે, આ નાની શરૂઆત એક દિવસ ખૂબ જ મોટું નામ બનશે.
આ યુવક અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય સાગર પટેલે હાલ IIM રોડ પર એક ટેમ્પો મોડીફાઈડ કરીને તેમાં નાનકડું કાફે શરૂ કર્યું છે. અહીં તે ગ્રાહકોને ચા, કોફી, બોર્નવીટા, ફ્રેન્ચ વેનીલા વગેરે જેવી આઈટમો પીરસે છે. આ ટેમ્પો પર લખ્યું છે કે, 12 વર્ષથી નાની ઉંમરની દીકરીઓ માટે મફતમાં ચા. આવું એટલે કરે છે કારણ કે, તેમના માતાપિતા સમાજસેવાના કાર્ય કરે છ આમ પણ દીકરીઓને જેટલું આપો એટલું ઓછું છે. આ જ વાતને તેઓ સાકાર કરી રહ્યા છે.
અહીં આવતી દીકરીઓ જો ચા, દૂધ, કોફી, બોનવીટા વગેરે પીતી હોય તો તેનો એક પણ રુપિયો પણ લેવાના આવતો નથી.. આજે મોટાભાગની યુવાન પેઢી મોબાઈલની દુનિયામાં ખોવાયેલ છે, ત્યારે આવા યુવાન તેમના માટે પ્રેરણાદાયી છે. ખરેખર આ સાગરના વિચારો લોકો માટે સફળતાનાં ચાવી બની શકે છે. સાગરનું કહેવું છે કે, હું આટલું બધુ ભણ્યો છું તો નાનું કામ કેવી રીતે કરું. પણ કામમાં ક્યારેય શરમ ન રાખવી જોઈએ. બસ, શરુઆત કરવી જોઈએ. સમય વેડફવો જોઈએ નહીં. જીવનમાં સફળતા મેળવવા અથાગ પરિશ્રમ જરુરી છે.