India

ઓફીસર પોનાના લગ્ન ની ગજબની કંકોત્રી છંપાવી જે લગ્ન બાદ ફેકવાના બદલે આવી રીતે ઉપયોગ મા લઈ શકાશે…

હાલમાં જ્યાં જુઓ ત્યાં શરણાઈ અને ઢોલમાં સુર વાગી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ હદયસ્પર્શી ઘટના ઘટી છે, જેના લીધે તમે સૌ કોઈ ચોંકી જશો. વાત જાણે એમ છે કે, હાલમાં જ એક યુવાને પોતાના લગ્નની એવું કંકોત્રી છપાવી કે તમે તેના વખાણ કરતા નહિ થાકો. આપણે જાણીએ છે કે, લગ્ન એક એવો પ્રસંગ છે જેની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે તેમજ સૌ કોઇ તેને યાદગાર બનાવે છે.

લગ્નની નાનામાં નાની વાત ને આપણે ખાસ બનાવતા હોય છે. જેમાં સૌથી પહેલા લગ્નની કંકોત્રી આપણે એવી બનાવતા હોય છે કે, જેમને આમંત્રણ મળ્યું છે તે પણ વિચારમાં પડી જાય કે આવું પણ બની શકે. લગ્નની કંકોત્રી કિંમતી છપાવવી એ મહત્વનું નથી પરંતુ ખાસ હોવી જોઇએ. આમ પણ લગ્નનાં કાર્ડથી લઈને વેન્યુના ડેકોરેશન અને ખાવાની ક્રોકરી સુધી દરેક વસ્તુ પર્યાવરણ માટે હાનિકારક જ હોય છે.

વાત જાણે એમ છે કે, હાલમાં જ તેલંગાણાનાં આ રેલવે ઓફિસરે એક ખૂબ જ અનોખી લગ્નની કંકોત્રી છપાવી છે.
બેટર ઇન્ડીયાનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,
તેલંગાણાનાં શાદનગરમાં રહેતાં ઈન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ ઓફિસર, શશિકાંત કોર્રવાથે પોતાના લગ્ન માટે ખાસ પ્રકારની કંકોત્રી એટલે કે ઈન્વિટેશન કાર્ડ ડિઝાઈન કર્યુ. આ કાર્ડ દેખાવમાં સુંદર લાગે છે એટલું જ ગુણવાન પણ ખરું.

આ કાર્ડની ઈકો ફ્રેન્ડલી છે. વાસ્તવમાં તેમણે પોતાનું કાર્ડ પ્લાંટેબલ પેપરથી બનાવ્યુ હતુ, જેને ફાડીને વાવવાથી તમે ત્રણ જાતનાં ફૂલ ઉગાડી શકો છો. કવર ઉપર પણશાકભાજીઓનાં બીજ લગાવેલાં હતા. બંને દંપતી એ પ્રકૃતિને અનુકૂળ રાખીને પોતાનું જીવન જીવવાનું પસંદ કર્યું અને તેની શરૂઆત તેમણે પોતાના ‘ગ્રીન વેડિંગ’ એટલે કે હરિત લગ્નથી કર્યા. આ બંને એ વિચાર્યું કે, કાગળની જરૂરિયાતોને પુરી કરવા માટે ધરતી પરથી જંગલો કપાઈ રહ્યા છે.

એટલા માટે અમે વિચાર્યુ કે, એવાં કાગળો બનાવવા જોઈએ જેને વાવી શકાય જેથી આ પ્રક્રિયાને ઊંધી કરી શકાય.અને ખાસ વાત એ કે, લગ્નનું આયોજન પણ પર્યાવરણને અનુકૂળ થાય, જેમાં ઓછામાં ઓછાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય એવું નક્કી કર્યું છે.શશિકાંતની આ પહેલ વિશે સાઈબરાબાદનાં સપી, શ્રી વીસી સજ્જાનાગરે ટ્વિટર પર પોસ્ટ કરી અને તેમનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યુકે, દરેકે શશિકાંતનાં ઉદાહરણથી શીખવું જોઈએ જેથી ઓછામાં ઓછું પ્રદૂષણ થાય અને આપણે આપણી ધરતીને બચાવી શકીએ. ખરેખર આ યુવાને જે કર્યું છે તે દરેક લોકોએ કરવું જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!