કોર્ટમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા પિતાની દીકરી જ બની જજ ! જીવન મા સફળતા મેળવવા માટે એક દિવસ….
આજના સમયમાં દરેક ક્ષેત્રમાં દીકરીઓ પરિવારનું અને દેશનું નામ રોશન કરી રહી છે. હાલમાં જ એક દીકરીએ એવી અનોખી સિદ્ધિ મેળવી કે તમે વિચારતા જ રહી જશો. આક પણ કહેવાય છે ને કે, સફળતા મેળવવા અથાગ પરિશ્રમની જરૂર પડે છે. સાથોસાથ આત્મવિશ્વાસ પણ જરૂરી છે. હાલમાં જ એક આવો અનોખો કિસ્સો બન્યો છે. વાત જાણે એમ છે કે, કોર્ટમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા પિતાની દીકરી જ બની જજ ! જીવન મા સફળતા મેળવવા માટે એવા કામ કર્યા છે કે, તમે પણ ચોંકી જશો.
આ પ્રેરણાદાયક ઘટના બની છે, મધ્યપ્રદેશ રાજમાં, જ્યાં હવાલમાં જ મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી આયોજિત સિવિલ જજ વર્ગ-2ના પરિણામ મંગળવારે જાહેર થયા. આ પરીણામમાં જાહેર થયા તેમાં સિવિલ જજના ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા અરવિંદ ગુપ્તાની દીકરી વંશિકા ગુપ્તા પાસ થતા હાલમાં સિવિલ જજ બની ગઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે, વંશિકાના દાદા પણ સિવિલ કોર્ટમાં ક્લાર્ક હતા.
માતા-પિતાની પ્રેરણા અને સતત મહેનતના લીધે વંશિકા ગુપ્તા પ્રથમ પ્રયાસમાં જ સિવિલ જજ બની ગઈ છે. વંશિકાને આખા પ્રદેશમાં સાતમો રેન્ક મળ્યો છે. જે કોર્ટમાં દાદા રમેશચંદ્ર ગુપ્તા પણ પણ કોર્ટમાં ક્લાર્ક હતા. જ્યારે વંશિકાના પિતા અરવિંદ ગુપ્તા જિલ્લા કોર્ટમાં ડ્રાઈવર છે. જ્યારે વંશિકાના માતા સ્કૂલમાં શિક્ષિકા છે. વંશિકા બાળપણથી જ ઘરમાં કોર્ટની વાતો સાંભળતી આવી છે.
આજ કારણે તેણે બાળપણ થી સંકલ્પ બનાવી લીધો હતો અને આખરે તેને કરી પણ બતાવ્યું.તેના પિતા પણ હંમેશાં એવું કહેતા હતા કે વંશિકા એવું કામ કરજે કે જેથી પોતાની ઓળખ ઊભી થાય. જે હવે વંશિકા ગુપ્તાએ જજ બનતાં સાબિત કરી દેખાડ્યું છે. કહેવાય છે ને કે, સમય અને સંજોગની સાથે જીવનમાં ઘણું બધું વ્યક્તિને જોવું પડે છે.