Gujarat

ભાવનગર આવો તો એક વાર રામ એન્ડ શ્યામ ના ડીસ ગોલા જરુર ખાજો ! આ જગ્યા પર….

હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં બસ એક જ વિચાર આવે કે, શરીરને ઠંડું કેમ રાખવું! બસ એટલે સૌ કોઈ આઈસ્ક્રીમ અને ગોલા અને સોડા જ એક માત્ર ઉનાળામાં શ્રેષ્ઠ ઉપાય છે. ખાસ કરીને કાઠિયાવાડમાં ગોલાનું સેવન કરવામાં આવે છે, ત્યારે આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરના પ્રખ્યાત રામ અને શ્યામ ગોલા વિષે. જો તમે ભાવનગર શહેરમાં આવો તો, ત્યારે અહીંયાના ગોલાનો સ્વાદ અચૂક માણજો.આ ગોલાનો બરફ એવો હોય છે કે, એક પાણીનું બિદું પણ ન ટપકે અને અહીંયાનો રજવાડી ગોલો પણ ખુબ જ પ્રખ્યાત છે.

ચોમાસુ, શિયાળો અને ઉનાળો આ ત્રણેય ઋતુમાં રામ અને શ્યામ ગોલાનો સ્વાદ લોકો માણે છે. ભાવનગર શહેરમાં સહકારી હાટ ની સામે બસસ્ટેન્ડ રોડ પર અનેક વર્ષો થી આ ગોલાની શોપ આવેલ છે, જે હવે ભાવનગર શહેરની ઓળખ બની ગઈ છે. આમ પણ કહેવાય છે ને કે, ભાવનગર શહેરમાં અનેક જગ્યાની ખાણીપીણી વખણાય છે, જેમાં ગોલા પણ ખુબ જ પ્રખ્યાત છે. આ ગોલા ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિકની સાથે હેલ્થી પણ છે કારણ કે, આ ગોલામાં સેક્રીંન ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ રિફાઇનરી સુગરનો ઉપયોગ લેવામાં આવે છે.

દુકાનદાર દ્વારા દાવો પણ કરવામાં આવેલ છે કે. જો કોઈપણ વ્યક્તિ સાબિત કરી બતાવે કે તેમના ગોલામાં કોઈપણ પ્રકારની ભેળસેળ છે, તો તેમના તરફથી 10 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ખરેખર તેમના ગોલાનો બરફ પણ એટલો બારીક હોય છે કે, તેનો બોલ બનાવી ને તમારે હાથમાં લેશો તો પણ પાણી નહીં નીતરે. બરફ એટલો સફેદ હોય છે જાણે હિમાલયમાં પડતો બફર. ખરેખર આ ગોલાનો સ્વાદ માણવા અનેક લોકો આવે છે, અને એવા ઘણા ગ્રાહકો છે જે, 10 વર્ષથી આવે છે.

આ ગોલાનો સ્વાદ અને તેમની ગુણવતા જ તેમની ઓળખાણ છે અને ખાસ કરીને તેમનો મલાઇ ગોલો ખુબ જ ફેમસ છે. અહીંયા ખાસ પ્રકારની સુવિધા છે કે, ગ્રાહકોને જે પણ ગોલા ખાવા હોય તે ચિઠ્ઠીમાં લખી આપવાના એટલે તમારો ઓડર તમને મળી જાય. આ ગોલો તમે પાર્સલમાં પણ લઇ જઈ શકો છો તે 10 થી 15 મિનિટ સુધી ઓગળતો નથી.જો તમે ભાવનગર આવો તો આ ગોલાનો સ્વાદ જરૂર માણજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!