પોરબંદર મા આવેલુ હરસિદ્ધિ માતાનુ અનેરો ઈતીહાસ અને ફરવા માટે નુ ઉત્તમ સ્થળ! જાણો આ ખાસ સ્થાનક વિશે
સૌરાષ્ટ્રની ભુમી એટલે દેવી દેવતાઓનું નિવાસ સ્થાન. જ્યાં સ્વયં દ્વારકાધીશએ પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હોય એ ભુમી ની તો વાત જ અનોખી છે. આજે આપણે વાત કરીશું એક એવા મંદિર વિશે જેનું શ્રી કૃષ્ણ સાથે તો અતુટ સંબંધ છે, સાથો સાથ અહીંયા એક ખૂબ જ અનોખી માન્યતા પણ જોડાયેલ છે. કહેવાય છે કે, આ મંદિરમાંથી દરેક પરિણીત સ્ત્રી કંકુ લઈ જ વાનું કદી પણ ચૂકતી નથી. હવે તમને વિચાર આવશે કે, આખરે આવું શા માટે કરવામાં આવે છે?
દરેક મંદિરો સાથે અનોખી માન્યતા અને ચમત્કાર જોડાયેલ હોય છે. ત્યારે દ્વારકાની સમીપે આવેલ કોયલ ડુંગર ઉપર બિરાજમાન હરસિદ્ધિ માતાનું મંદિર ખૂબ જ અનેરું છે.કોયલા ડુંગર પરનું આ પ્રાચીન મંદિર આશરે 5000 વર્ષ જૂનું છે. આ મંદિર સાથે શ્રી કૃષ્ણ નો ખુબ જ ખાસ સંબંધ છે. દ્વારકાધીશને રાક્ષસોનો સંહાર કરવા શક્તિની જરૂર પડી હતી અને શક્તિના દાતા ભગવાન દ્વારકાધીશના કુળદેવી હરસિદ્ધિ માતાજીએ ભગવાનના હથિયાર ભાલામાં શક્તિરૂપે બિરાજમાન થયા હતા. કોયલા ડુંગરે બિરાજતા હરસિદ્ધિ માતાજીનું એક મંદિર ડુંગરની નીચે આવેલું છે. જે 800 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.
આ મંદિર માટે કચ્છના વેપારી શેઠ જગડુશાની કથા પણ જાણીતી છે. એકવાર માતાજીને પ્રાથના કરતા જગડુશાના વહાણોને માતાજીએ ઉગારી લીધા હતા. અને શેઠ જગડુશા અને તેમનો પરિવારે કોયલા ડુંગરની નીચે મંદિરનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે તેવું સ્થાનિક વેપારી આગેવાન દિનેશ ગિરિએ જણાવ્યું. અહીંયા માતા સાક્ષત બિરાજમાન રહે છે. ગૃહિણીઓ પોતાના સોભાગ્યના લાંબા આયુષ્ય માટે પણ અહીં દર્શને આવે છે. અહીથી કંકુ લઈ જઈ પોતાના માથામાં સેંથો પૂરે છે. અહી આવતી દરેક પરિણીત સ્ત્રી અહીથી કંકુ લઈ જવાનું કદી ચૂકતી નથી.
કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિ માતાજીનાં દર્શન કરવા માટે 650 જેટલા પગથિયા ચઢવા પડે છે.એવું માનવામાં આવે છે કે હરસિદ્ધિ માતાજી સવારની આરતીમાં હર્ષદ ખાતે સાક્ષાત બિરાજેલા હોય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. તેમજ સાંજની સમયની આરતી વખતે વિક્રમ રાજાને આપેલા વાયદા મુજબ તેઓ ઉજ્જૈન ખાતે સાક્ષાત પધારે છે. આ ઉનાળામાં વેકેશનમાં અહીંયા તમે ફરવા પણ આવી શકો છો. ધાર્મિક મહત્વની સાથે અહીંયા પ્રાકૃતિક સુંદરતા અને રમણીય દરિયા કિનારો છે.