Entertainment

ગુજરાતી એક્ટર અનંગ દેસાઈ ના દીકરા ના લગ્ન યોજાયા ! જુવો ક્યા ક્યા બોલીવુડ સીતારાઓ એ હાજરી આપી

હાલમાં સોશિયલ મીડિયામાં લોકપ્રિય કલાકાર અનંગ દેસાઈની ચર્ચાઓ થઈ રહી છે. ખીચડી સીરિયલના બાબુજી તમને યાદ જ હશે. તેમના દીકરા ના લગ્ન યોજાયા હતા જેમાં ક્યા ક્યા બોલીવુડ સીતારાઓ એ હાજરી આપી તેના વિશે અમેં માહિતગાર કરીશું. આ લગ્ન ખૂબ જ શાનદાર રીતે યોજાયા હતા જેમાં સૌ કોઈ બોલીવુડના કલાકારોએ હાજરી આપીને લગ્નની રોનકમાં વધારો કર્યો હતો.

અનંગ દેસાઈના પૂત્ર નચિકેતલના લગ્નની તસવીરો અનુપમ ખેરે શેર કરી છે. ત્યારે આ લગ્નનો ચર્ચાનો વિષય બન્યો છે. નચીકેતનાં લગ્ન વિશે જાણીએ એ પહેલા અનંગ દેસાઈ વિશે જાણીએ તો વર્ષ 2000માં સ્ટાર પ્લસ પર ‘ખિચડી’ સિરિયલ આવતી હતી. આ એક કોમેડી સિરિયલ હતી, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ સિરિયલમાં હંસા (સુપ્રિયા પાઠક), પ્રફુલ (રાજીવ મહેતા) અને બાબુજી (અનંગ દેસાઈ) મુખ્ય ભૂમિકામાં હતા.

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરે 29 એપ્રિલ 2022 ના રોજ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના જૂના મિત્ર અનંગ દેસાઈના પુત્ર નચિકેતના લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નચિકેત તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં અનુપમ તેના મિત્ર અનંગ સાથે જોવા મળે છે.

આ તસવીરો શેર કરતાં અનુપમે પોતાના જૂના દિવસો યાદ કર્યા. તેણે જણાવ્યું કે, તે અને અનંગ દેસાઈ ત્રણ વર્ષ સુધી દિલ્હીમાં એક જ રૂમમાં રહેતા હતા, જ્યારે તેઓ બંને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં હતા. તેણે લખ્યું, “અનંગ અને હું દિલ્હીમા નેશનલ Dramaમાં ના માત્ર ક્લાસ ફ્લો જ નહીં, પણ ત્રણ વર્ષ સુધી રૂમમેટ પણ હતા. તેના અને ચિત્રાના પુત્ર નચિકેતના લગ્નમાં હાજરી આપવા માટે.આટલું જ નહીં અનુપમે વર-કન્યાને શુભેચ્છા પણ પાઠવી હતી.

એનએસડીમાંથી સ્નાતક થયા પછી અનંગ દેસાઈ સંસ્થાનો અભિન્ન અંગ બની ગયો. તેણે ટીવી અને ફિલ્મો પહેલા હિન્દી થિયેટરમાં કામ કર્યું હતું. તે છેલ્લે 2016ની ફિલ્મ ‘રુસ્તમ’માં જોવા મળી હતી, જેમાં અક્ષય કુમાર અને ઇલિયાના ડી’ક્રૂઝ મુખ્ય ભૂમિકામાં હતા. અનંગ દેસાઈના પુત્રના લગ્નના ફોટાને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.હાલમાં તો આ લગ્નની તસ્વીરો ખૂબ ક વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!