મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ની ગર્લ ફ્રેન્ડ એટલી સુંદર છે કે બોલીવુડ ની હીરાઈનો પણ પાછી પડે…
મુકેશ અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે આજે અમે આપને અંબાણી પરિવારના એક એવા સભ્ય વિશે જણાવીશું જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ સભ્ય એટલે અંબાણી પરિવારની સૌથી નાનીપુત્રવધુ. ઇશા અંબાણીનાં લગ્ન પછી મુકેશ અંબાણી એ પોતાના દીકરા આકાશના લગ્ન શ્લોકો મહેતા સાથે ધામધૂમથી કરાવેલ છે, ત્યારે હવે અંબાણી પરિવારમાં માત્ર અંનત અંબાણીનાં લગ્નની શરણાયના સુર વાગવાની વાર છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, ઇશા અને આકાશના લગ્નમાં અનંત અંબાણીની થનાર પત્ની રાધિકા મર્ચન્ટ હાજર જ હતી અને પરિવારની નાની પુત્ર વધુ સમાન તેણે લગ્નના દરેક પ્રસંગોમાં હાજરી આપી હતી. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ રાધિકા મર્ચન્ટ કોણ છે?
અનંત અંબાણી અને રાધિકાનાં રિલેશનશિપને લઈને અવારનવાર સોશિયલ મીડિયા માં ચર્ચાઓ થતી હોય છે. વાત જાણે એમ છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એક બીજાને પ્રેમ કરે છે અને આ જ કારણે અંબાણી પરિવારે પણ તેને નાની પુત્રવધુ તરીકે સ્વીકારેલ છે. રાધિકા મર્ચન્ટ દેખાવમાં પણ એટલી જ સુંદર છે કે બોલીવુડની અભિનેત્રી પણ તેની પાસે ઓછેરી લાગે.
રાધિકા મર્ચન્ટ અને અનંતની સગાઈ ન થઈ હોવા છતાં પણ આંબાની પરિવારના ઘરમાં રાધિકા મર્ચન્ટ વારંવાર આવે છે અને કોઇપણ એવો પ્રસંગ ન હોય કે, તેની હાજરી ન હોય.તમને જાણીને નવાઈ લાગશે કે રાધિકા મર્ચન્ટ એ ભારતની Encore Healthcare નાં CEO and Vice Chairman વીરેન મર્ચન્ટ ની દીકરી છે. મુકેશ અંબાણી અને વીરેન મર્ચન્ટ અંબાણી પરિવારનો સંબંધ ત્યારથી વધુ ગાઢ થયો છે, જ્યારથી અનંત અંબાણી અને રાધિકા બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. હવે તો સૌ કોઈ આ બંનેના લગ્નની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.