એક જ મંડપ મા બે કન્યાઓ સાથે ફેરા ફરશે વરરાજા ?? જાણો ખરખેર આ વાયરલ કંકોત્રી ની હકીકત છે કાઈક અલગ જ…
હાલ ના સમય મા સોસીયલ મિડીઆ પર અવનવી વાતો વાયરલ થતી હોય છે જેમા ઘણી વાતો સાચી તો ઘણી વાતો ખોટી પણ વાયરલ થતી હોય છે ત્યારે તાજેતર મા જ એક યુવાન ની કંકોત્રી અનુસાર વાયરલ થઈ હતી જેમા કહેવામા આવી રહ્યુ હતુ કે યુવાન એક સાથે બે કન્યા સાથે લગ્ન કરશે પરંતુ ખરખેર આવુ નથી અને હકીકત કાઈક જુદી જ છે તો આવો જાણીએ ખરખેર મામલો શુ છે.
હાલ જે કંકોત્રી વાયરલ થઈ રહી છે તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામ ના એક યુવાન કે જેનુ નામ પ્રકાશ ગાવિત છે તેની જે કંકોત્રી મા એક સાથે બે કન્યા નુ નામ લખાવમા આવ્યુ છે આ આવુ કરવા પાછળ નુ સાચુ કારણ જાણવા માટે દિવ્ય ભાસ્કર ની ટીમે તેમની સાથે વાત કરતા જાણવા મળ્યુ હતુ કે પ્રકાશ ગાવિત બે પત્ની સાથે ઘણાં વર્ષોથી રહે છે. એક પત્ની સાથે અગાઉ લગ્ન થઇ ગયા છે, જ્યારે બીજી સાથે લિવ- ઈનમાં રહે છે. બંને પત્નીને બે-બે બાળકો છે. જયારે હવે એક યુવતી સાથે લગ્ન કરશે. બીજી યુવતીને ખોટું ન લાગે એ માટે કંકોત્રીમાં નામ લખવામાં આવ્યું છે.
જો પ્રકાશ ના પ્રથમ લગ્ન ની વાત કરવામા આવે તો તેમના લગ્ન કુસુમ સાથે થય ગયા છે. જ્યારે હવે તેવો નયના સાથે 9 મે ના રોજ લગ્ન કરવાના છે. કુસુમ ને ખોટુ ના લાગે એ માટે તેનુ નામ પણ આ કંકોત્રી મા લખવામા આવ્યુ છે અને બન્ને ના પરિવાર ની સંમતી તેવો આ લગ્ન કરી રહ્યા છે તેવુ જણાવ્યુ હતુ. આ ઉપરાંત વધુ મા તેવો એ જણાવ્યુ હતુ કે લગ્ન ની હજાર જેટલી કંકોત્રી સગા સંબંધીઓ ને વહેંચવા મા આવી છે.
વરરાજા પ્રકાશ ગાવીત ના જણાવ્યા અનુસાર તેવો નયના સાથે તેવો લીવ ઈન મા રહેતા હતા પહેલા આર્થીક સ્થિતી સારી ના હોવાથી લગ્ન થય શક્યા નહોતા પરંતુ હવે તેવો લગ્ન કરવા જઈ રહ્યા છે આ અંગે પ્રકાશ ની પ્રથમ પત્નીકુસુમ ગાવિતે જણાવ્યું હતું કે મારા લગ્ન પ્રકાશ સાથે થઇ ગયેલા છે, પણ તેમના બીજા લગ્ન બાકી છે એટલે સમાજના રીતરિવાજ મુજબ કરવા પડે. પ્રકાશના બીજા લગ્નથી મને કાંઈ વાંધો નથી. લગ્ન પછી પણ અમે સાથે જ રહીશું. વર્ષોથી અમે બંને બહેનની જેમ રહીએ છીએ અને આગળ પણ એમ જ રહીશું.