લગ્ન પહેલા પટેલ પરીવાર મા માતમ છવાયો ! હૈયુ હચમચાવી દે તેવા અક્સમાત મા 5 લોકો ના ઘટના સ્થળે જ મોત…
જે ઘરમાં લગ્નના ગીતો ગુંજવાનાં હતા એજ ઘરમાં મોતના મરશિયા ગુંજી ઉઠ્યા! ખરેખર કહેવાય છે ને કે, ક્યારેક એવી ઘટનાઓ અણધારી ઘટી જતી હોય છે, જેના વિશે આપણે ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય. હાલમાં જ દિવ્યભાસ્કનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,નવસારીના કસ્બા ધોલાપીપલા ધોરી માર્ગ પર અચાણક જ કન્ટેનર માથે પડતા કારમાં બેઠેલા લગ્ન થનાર દીકરીનાં માતા-પિતા સહિત 5ના ઘટનાસ્થળે મોત થયુ.
આ ઘટના અંગે વિસ્તુત માહિતી જાણીએ તો ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં 25મી તારીખે પરિવારમાં લગ્ન યોજાવાના હતા અને આમ પણ કહેવાય છે ને કે, જ્યારે દીકરીના લગ્ન હોય એટલે ઘરના લગ્નની તાળામાર તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે.ઈકો કારમાં સવાર લોકોના પરિવારમાં લગ્ન હતા એટલે આ કારણે તેઓ લગ્નની ખરીદી કરી પરત આવી રહ્યા હતા.
આ સમયગાળા દરમ્યાન જ નવસારીના કસ્બા ધોલાપીપલા ધોરી માર્ગ પર પડઘા પાટિયા પાસે ભંયકર બનાવ બન્યો. ઝડપે આવી રહેલું કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. કન્ટેનર ઈકો કાર પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત થયા છે. આ ઇકો કારમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિકપણે પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોના મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની ટીમે ગેસ કટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા. ખરેખર આ ઘટનાથી સૌથી વધારે આઘાત એ દીકરીને લાગ્યો જે મા બાપને કન્યાદાન થી તે આ ઘરમાંથી વિદાય લેવાની હતી, એ પહેલાં જ તેમના માતા પિતા અને લાડકવાયા ભાઇએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. મૃતકોની આત્માને શાંતિ મળે તેમજ પરિવારજનોને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે.